IFFCO: ખાતરના ભાવ વધતા અમિત ચાવડા આવ્યા મેદાને, સરાકર સામે કરી આ માંગ

IFFCO: રાજ્યના ખેડૂતોને ઇફ્કોએ મોટો ઝટકો આપ્યો હતો. ઇફ્કોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે.રાસાયણિક ખાતર (Chemical fertilizer) માં પ્રતિ 50 કિલોના ભાવમાં 250 રૂપિયાનો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NPK 102626ના ભાવમાં રૂપિયા 250 તો NPK 123216ના ભાવમાં રૂપિયા 250નો વધારો કરવામાં આવ્યો છે.

ખાતરમાં પ્રતિ 50 કિલોના ભાવમાં 250 રૂપિયાનો વધારો

ખાતરના ભાવ વધતા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા (Amit chavda) એ કહ્યું હતું કે, ખેડુતોને ખુબ મોટા વાયદા વચન આપી આવક બમણી કરવાના સપના દેખાડનાર ભારતીય જનતા પાર્ટીની નિતી અને શાસનને કારણે ખેડુત બીચારો અને બાપડો બન્યો છે. આર્થિક રીતે પાયમાલ બન્યો છે.2019માં ખેડુતોની આવક બમણી કરવાના વચનો આપ્યા હતા.બીજી બાજૂ ખાતરો, દવા,બિયારણ, મંજૂરી બધું જ મોધું થયું. પરંતુ ઉત્પાદનના ભાવ બમણા થયા નથી. ત્યારે IFFCOએ NPKના ભાવમાં વધારો કરી ખેડુત પર પડ્યા પર પાટું માર્યું છે.

ખેડુતને પડ્યા પર પાટું માર્યું

વારંવાર ભાવ વધારતા ખેડુતોને આર્થિક રીતે નુકશાન જાઈ છે.મોટા ઉધોગ પતિના દેવા માફ થાય. કોર્પોરેટ હાઉસના ટેક્સ માફ થાય પંરુતુ ખેડુતને સબસિડી વધારમાં વધારો કરવામાં આવે તો સરકારને પેટમાં દુ:ખે છે.આ ભાવ વધારે સામે તાત્કાલીક સરકાર વધુ સબસિડીમાં પણ વધારો કરવો જોઈએ.સરકાર ખેડુતોને મદદ એવે તેવી માંગ કરીએ છીએ.

Scroll to Top