Saif Ali Khan Health Update: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ગુરુવારે ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે એક આરોપીને કસ્ટડીમાં લીધો છે. આ દરમિયાન સૈફ અલી ખાન (Saif Ali Khan) ની હેલ્થ અપડેટ જાહેર કરવામાં આવી છે. અભિનેતાને ICUમાંથી બહાર લાવવામાં આવ્યો છે. હાલમાં સૈફ અલી ખાન (Saif Ali Khan) ને સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.
સૈફ અલી ખાનને બેડ રેસ્ટ કરવાની સલાહ
સૈફ અલી ખાન (Saif Ali Khan) ની તાજેતરમાં લીલાવતી હોસ્પિટલમાં સર્જરી કરાવામાં આવી હતી. જ્યાં તેને લોહીથી લથપથ હાલતમાં તેના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન દ્વારા લાવવામાં આવ્યો હતો.ડોક્ટરે કહ્યું કે અભિનેતા સારી રીતે ચાલી રહ્યો છે, તેને દુખાવો પણ નથી.જો કે અભિનેતાને એક અઠવાડિયા માટે બેડ રેસ્ટ લેવા માટે કહેવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન તેને હલનચલન ન કરવાની સલાહ આપવામાં આવી છે.
કરોડરજ્જુથી માત્ર 2 mm છરી દૂર રહી હતી
સૈફ અલી ખાન (Saif Ali Khan) ની હેલ્થ અપડેટ આપતાં ડૉ. નીતિન ડાંગેએ કહ્યું કે સૈફની કરોડરજ્જુથી માત્ર 2 mm છરી દૂર રહી હતી.અભિનેતાને ICUમાંથી સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. હાલ તેમની હાલત બિલકુલ ઠીક છે. ડૉક્ટરે કહ્યું કે સૈફ અલી ખાન (Saif Ali Khan) ને એક અઠવાડિયા સુધી કોઈ હિલચાલ ન કરવાની સલાહ આપવામાં આવી છે. જો કે, અભિનેતાને હજી પણ ચેપનું જોખમ છે, તેથી નજીકના લોકોને હોસ્પિટલમાં ખબર કાઠવાની ના પાડવામાં આવી છે.
ગઈકાલે મોડી રાત્રે હુમલો થયો હતો
લીલાવતી હોસ્પિટલે પુષ્ટી કરી હતી કે સૈફ અલી ખાન (Saif Ali Khan) ની સર્જરી હજુ પણ ચાલુ છે. આ હુમલામાં સૈફ અલી (Saif Ali Khan) ને ઈજાઓ થઈ છે. તેની ગરદનના પાછળના ભાગમાં અને ડાબા હાથ પર ઉંડો ઘા વાગ્યો છે. સૈફની ટીમ સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે કેટલાક લોકોને ડર હતો કે કોઈ તીક્ષ્ણ વસ્તુ તેની કરોડરજ્જુમાં વાગી હશે. ગઈકાલે રાત્રે 2:30 વાગ્યે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે હાલમાં હોસ્પિટલમાં છે અને તેની સર્જરી ચાલી રહી છે. અમે મીડિયા અને ચાહકોને ધીરજ રાખવા વિનંતી કરીએ છીએ. આ પોલીસનો મામલો છે. અમે તમને દરેક પરિસ્થિતિ વિશે માહિતગાર રાખીશું.