BCCI: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ 10 નવા નિયમો જારી કર્યા છે.જેનું પાલન તમામ ભારતીય ખેલાડીઓ માટે ફરજિયાત હશે. આ ઉલ્લંઘન માટે ખેલાડીઓને આકરી સજા પણ થઈ શકે છે. નિયમોના ઉલ્લંઘનમાં IPL પ્રતિબંધથી લઈને પગારમાં કાપ જેવી બાબતોનો સમાવેશ થશે.આ નિયમો બનાવા પાછળનું કારણ ટીમની અંદર સકારાત્મક વાતાવરણ ઉભું કરવાનું છે.
10 પોઈન્ટ્સના મુદ્દા
1) ભારતીય રાષ્ટ્રીય ટીમ માટે રમી રહેલા તમામ ખેલાડીઓ BCCIની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સામેલ છે. આ તમામ ક્રિકેટરોએ ફરીજયાત પણે રણજી ટ્રોફી રમવી પડશે.જો કોઈ રમવા ન માંગતું હયો તે ચીફ સિલેક્ટર અજીત અગરકર પાસેથી પરવાનગી લેવી પડશે.
2) તમામ ખેલાડીઓ માટે એકસાથે મુસાફરી કરવી ફરજિયાત રહેશે.પછી ભલે તેઓ મેચ અથવા પ્રેક્ટિસ સેશન માટે મુસાફરી કરતા હોય. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ખેલાડીઓને તેમના પરિવાર સાથે મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
3) પ્રવાસ દરમિયાન ખેલાડીઓને વધુ પડતો સામાન લઈ જવા પર પ્રતિબંધ રહેશે. ખેલાડીઓ હવે એક જ પ્રવાસમાં 150 કિલો અને સપોર્ટ સ્ટાફ 80 કિલો સુધીનો સામાન લઈ જઈ શકશે. જો કોઈ ખેલાડી આ નિયમનું ઉલ્લંઘન કરશે તો BCCI નહીં. ખેલાડીઓએ પૈસા ચૂકવવા પડશે.
4) બીસીસીઆઈની પરવાનગી વિના, ખેલાડીઓ કોઈપણ પ્રવાસ અથવા શ્રેણી માટે વ્યક્તિગત સ્ટાફ (મેનેજર, રસોઈયા વગેરે)ને તેમની સાથે લઈ જઈ શકશે નહીં.
5) ટીમના ખેલાડી અને ટીમ મેનેજમેન્ટ સાથે સંકલન કરવું પડશે. દરેક ખેલાડીનો સામાન બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સમાં જશે.
6) તમામ ખેલાડીઓએ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવો પડશે અને રોકાણના સ્થળથી મેદાન સુધી એકસાથે મુસાફરી કરવી પડશે. આ ટીમની અંદર એકતા લાવવા માટે કરવામાં આવ્યું છે.
7) જો કોઈ શ્રેણી ચાલી રહી હોય કે ટીમ વિદેશ પ્રવાસ પર હોય. આ સ્થિતિમાં, ખેલાડીઓને વ્યક્તિગત જાહેરાત શૂટ કરવાની કે સ્પોન્સર્સ સાથે કામ કરવાની સ્વતંત્રતા નહીં મળે.
8) જો ટીમ કોઈ વિદેશ પ્રવાસ પર 45 દિવસથી વધુ સમય જાય છે. તો કોઈ પણ ખેલાડીની પત્ની, પાર્ટનર કે પરિવાર એક પ્રવાસ પર માત્ર 14 દિવસ સુધી સાથે રહી શકશે. બીસીસીઆઈ આ દરમિયાન તેના રહેવાનો અલગથી ખર્ચો આપશે નહિ.
9) BCCIએ તમામ ખેલાડીઓને મેચ થી લઈ પ્રેક્ટિસ સેશન સુધી દરેક સમયે એક સાથે ટ્રાવેલ કરવું અનિવાર્ય કર્યું છે. કોઈ ખાસ કારણ હોવા પર પરિવારની સાથે અલગથી ટ્રાવેલ કરવા માટે હેડ કોચ, સિલેક્શન કમેટીના ચેરમેન પાસેથી પરવાનગી લેવી પડશે.
10) આ સિવાય સીરિઝ કે મેચ જલ્દી પૂર્ણ થઈ જાય છે તો પ્લાનિંગ અનુસાર જ ટ્રાવેલ કરશે. સમય પહેલા ટીમ છોડી ક્યાંય જઈ શકશે નહિ, તેમણે ટીમ સાથે રહેવું પડશે.