Saif Ali Khan Attacked: સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી ક્યારે મળશે રજા? ડૉક્ટરે કર્યો મોટો ખુલાસો

Saif Ali Khan Attacked: અડધી રાત્રે સૈફ અલી ખાન પર છરીના હુમલા બાદ લીલાવતી હોસ્પિટલ (Lilavati Hospital) માં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યા તેમની સર્જરી કરવામાં આવી હતી.લીલાવતી હોસ્પિટલના ડૉકટરે સૈફ (Saif Ali Khan) ની હેલ્થ અપડેટ પણ શેર કરી છે.આ ઉપરાંત તેને ક્યારે હોસ્પિટલમાંથી રજા આપવામં આવશે તે અંગે પણ માહિતી આપી હતી.

રાત્રે 2 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો

લીલાવતી હોસ્પિટલ (Lilavati Hospital) માં સૈફની સર્જરી કરનાર ડોક્ટરોએ મીડિયા સામે આવીને અભિનેતાની હેલ્થ અપડેટ આપી હતી.ડૉક્ટરે કહ્યું, સૈફ અલી ખાન (Saif Ali Khan) ને રાત્રે લગભગ 2 વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના પર કોઈ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. તેના ગળા અને હાથ પર ઈજાઓ હતી. તેની કરોડરજ્જુમાં મોટી ઈજા થઈ હતી.તેના કરોડરજ્જુમાં રહેલ છરીને સર્જરી કરી દૂર કરવામાં આવી છે. તે સંપૂર્ણપણે સ્થિર અને સ્વસ્થ છે અને ખતરાની બહાર છે.

ડૉકટરે સૈફની હેલ્થ અપડેટ શેર કરી

લીલાવતી હોસ્પિટલ (Lilavati Hospital) ના સીઓઓ ડો.નીરજ ઉત્તમાણીએ જણાવ્યું કે,સૈફ હવે એકદમ સ્વસ્થ છે અને તેને એક દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે. આવતીકાલે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે અને સોટકા રિકવરી છે.ડૉકટરે વધુમાં કહ્યું તેની કરોડરજ્જુમાંથી છરીનો અઢી ઈંચનો ટુકડો કાઢી નાખવામાં આવ્યો છે.ડૉક્ટરોએ કહ્યું છે કે,સર્જરી બાદ અભિનેતાને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. તેમના સ્વાસ્થ્ય પર સંપૂર્ણ નજર રાખવામાં આવી રહી છે. આવતીકાલે ફરીથી લીલાવતી હોસ્પિટલ (Lilavati Hospital) દ્વારા અભિનેતાના સ્વાસ્થ્યને લઈને હેલ્થ બુલેટિન જારી કરવામાં આવશે.

 

 

 

Scroll to Top