સદસ્યતા અભિયાન શરૂ:
ગુજરાતમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ અને મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપ સદસ્યતા અભિયાન શરૂ થયું છે.
પૂરની અસર:
ગુજરાતમાં પૂરના કારણે નાગરિકોમાં રોષ અને બદતર આર્થિક પરિસ્થિતિ વચ્ચે સદસ્યતા અભિયાન કાર્યકર્તાઓ માટે પડકાર.
લક્ષ્ય:
4 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યા સુધી દરેક જન પ્રતિનિધિ અને પાર્ટી હોદ્દેદારોએ ઓછામાં ઓછા 100 સભ્યો બનાવવા ફરજિયાત.
કાર્યકર્તાઓની પરિસ્થિતિ:
પુરના કારણે કાર્યકર્તાઓ અને પક્ષના પ્રતિનિધિઓ વિમાસણમાં મુકાયા છે.એક તરફ જનતા નેતાઓનો પ્રતિકાર કરી રહી છે.
ચિંતાની બાબત:
પૂરના કારણે સદસ્યતા અભિયાનને મોટો આંચકો મળી રહ્યો છે.
આંતરિક વિભાજન:
કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે ખદબદતુ આંતરિક રાજકારણ પક્ષમાં ચિંતાનો મુદ્દો છે.અનેક નેતાઓ એકબીજાને પાડી દેવાની રાજનીતિ કરી રહ્યા છે.ત્યારે આ સદસ્યતા અભિયાન કેટલું સફળ થશે તે જોવું રહ્યું.
શું છે ભાજપનું ભવિષ્યનું આયોજન?
સદસ્યતા અભિયાનને સફળ બનાવવું અને નાગરિકોની નારાજગી ઉકેલવા માટે સમસ્યાઓના સમાધાન પર ધ્યાન આપવામાં આવશે.