Aap Gujarat: ગોપાલ ઈટાલીયાનો વિંછીયા મામલતદાર પર મોટો આરોપ, આ ઘટનામાં પોલીસે પરમિશન લીધી?

Aap Gujarat: વિંછીયા તાલુકાના થોરીયાળી ગામે કોળી સમાજના યુવાન સ્વ. ઘનશ્યામભાઈ રાજપરાની ઘાતકી હત્યા બાબતે પોલીસ દ્વારા કરવામાં આવેલ અત્યાચાર અને એકતરફી કાર્યવાહી અનુસંધાનમાં આપ નેતા ગોપાલ ઈટાળીયા (Gopal Italy) એ મોટી સંખ્યામાં પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો સાથે મળીને વિંછીયાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મામલતદારને રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

ગોપાલ ઈટાલીયાનો વિંછીયા મામલતદાર પર મોટો આરોપ

ગોપાલ ઇટાલીયા (Gopal Italy) એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મામલતદાર સમક્ષ જણાવ્યું હતું કે, થોરીયાળી ગામમાં જે ઘટના બની અને પોલીસે જે કાર્યવાહી કરી તે તદ્દન ગેરકાનૂની, ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે. આટલી મોટી ગેરબંધારણીય કાર્યવાહી થઈ હોવા છતાં પણ મામલતદારે કોઈ કાર્યવાહી કરી નથી.પોલીસે નિર્દોષ માણસો પર જાનથી મારી નાખવાની કોશિશની કલમો લગાવી છે.આ રાજકારણ પ્રેરિત FIR દાખલ થઈ છે. ઈટાળીયા પોલીસને આડે હાથ લેતા કહ્યું પોલીસ લોકોની ગાડીઓ છોડી દે અને લોકોને ત્રાસ આપવાનો બંધ કરે.

FIR દાખલ થઈ છે અને મામલતદાર ફક્ત જોઈ રહ્યા છે

ગોપાલ ઇટાલીયા (Gopal Italy) એ વધુમાં કહ્યું પોલીસે આ ગામમાં ગેરકાયદેસર લાઠીચાર્જ કર્યો તો શું મામલતદાર આ વાતને જાણે છે? લાઠીચાર્જ કરતા પહેલા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પરમિશન લેવી પડે, તો શું આ ઘટનામાં પોલીસે પરમિશન લીધી? કારણ કે એફઆઇઆરમાં આવી કોઈ બાબતનો ઉલ્લેખ નથી થયો. તેમણે મામલદાર સામે માંગ કરી હતી કે સૂઓ મોટો કોગ્નિજન્સ લો અને પોલીસે જે કાર્યવાહી કરી છે તેના પર પગલાં ભરો. પોલીસે નિર્દોષ લોકોની ગાડીઓને તોડી નાખી અને આ તમામ ઘટનાઓ સીસીટીવીમાં કેદ છે. આ રીતની હરકત કઈ રીતે વ્યાજબી છે? પોલીસે ઈરાદાપૂર્વક લોકોને ભેગા થવા દીધા અને પોલીસે જ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગડે તેવી કોશિશ કરી તેમ છતાં પણ આજે મામલતદાર ચૂપ છે. પોલીસે પહેલા જ એનાઉન્સમેન્ટ કરવાનું હતું કે કોઈ ભેગા થશો નહીં.

Scroll to Top