Central Government: કેન્દ્રીય કર્મચારીઓને સરકારે આપી મોટી ભેટ, આ તારીખથી લાગુ થશે 8મું પગાર પંચ

Central Government Employees: કેન્દ્રીયકર્મચારીઓને સરકારે મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે (Central Government) આગામી વર્ષથી 8 મું પગાર પંચ લાગુ થવાનું છે. 8મું પગાર પંચ 2026માં લાગુ થવાનું છે. જ્યારે અત્યાર સુધી કર્મચારીઓને સાતમું પગારપંચ હેઠળ પગાર મળતો હતો. આ સાથે સરકારે શ્રીહરિકોટામાં નવા લોન્ચ પેડ માટે પણ મંજૂરી આપી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના અવકાશ મિશનને વેગ આપશે.

કેન્દ્રીય કર્મચારીઓને સરકારની ભેટ

કેબિનેટની બેઠક બાદ બ્રીફિંગમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર (Central Government) ના કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે.તેનો અમલ આવતા વર્ષથી કરવામાં આવશે. આ પંચમાં પ્રમુખ અને બે સભ્યોના નામ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.કેન્દ્રીય કર્મચારી (Central Government Employees) ઓને હાલમાં 2016માં રચાયેલા 7મા પગાર પંચ મુજબ પગાર ચૂકવવામાં આવે છે. હવે 8મું પગાર પંચ 2026થી લાગુ કરવામાં આવશે.હવે નવા પંચમાં એક અધ્યક્ષ અને બે સભ્યો હશે જેમના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

આવતા વર્ષથી 8મું પગાર પંચ લાગૂ થશે

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે,કેબિનેટે શ્રીહરિકોટામાં ત્રીજા લોન્ચ પેડને મંજૂરી આપી દીધી છે. આ આગામી પેઢીના લોન્ચ વ્હીકલ માટે મદદરૂપ થશે. રોકેટને આ લોન્ચ પેડ પર મૂકી શકાય છે, તથા એસેમ્બલ કરી શકાય છે. આ લોન્સ પેડની કિંમત 3985 કરોડ રૂપિયા હશે.જ્યારે શ્રીહરિકોટામાં ત્રીજા લોન્ચ પેડનું કામ આગામી 48 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.આ ઉપરાંત આગામી 30 વર્ષને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. ભવિષ્યમાં ISRO માનવયુક્ત ચંદ્રયાન મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે, તેમાં પણ આ લોન્ચ પેડનો ઉપયોગ કરવામાં આવશે.

 

 

 

Scroll to Top