Banaskantha: ઓગડમા સમાજના આગેવાનોની મળી બેઠક, દિયોદરને જિલ્લા મથક બનાવવા માંગ

Banaskantha: રાજ્ય સરકારે નવા વર્ષે બનાસાકંઠાનું વિભાજન કર્યા બાદ થરાદ-વાવ જીલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ સરકારના આ નિર્ણય બાદ બનાસકાંઠા (Banaskantha) ના વિવિધ તાલુકાના લોકોએ વિરોધ કર્યો હતો. આ વિરોધમાં ભાજપ, કોંગ્રેસ સહિત તમામ આગેવાનો જોડાયા હતા. બનાસકાંઠા (Banaskantha) માં ભારે પડઘા પડ્યા હતા. ત્યારબાદ સરકારે પણ નવા જીલ્લા અંગે ફરી વિચારણ ચાલુ કર્યા હતું.જ્યારે આજે ફરી દિયોદરને જિલ્લા મથક જાહેર કરવાની માંગ સાથે આંદોલન ચાલુ થયું છે.

ઓગડમાં રાજકિય આગેવાન સાથે મળી બેઠક

દિયોદરને જિલ્લા મથક જાહેર કરવા અંગે આંદોલન ચાલુ થયું હતું. આ વિરોધ પ્રદર્શનમાં ઓગડ થળી ખાતે હવન કરવામાં આવ્યો હતો.હવન દરિમયાન રાજકીય આગેવાનોની બેઠકમાં મળી હતી.આ બેઠકમાં પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિહ વાઘેલા સહીત ભાજપ કોંગ્રેસના અનેક નેતાઓ હાજર રહ્યા હતા. જ્યારે આ આંદોલનમાં દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ પણ પહોચ્યા હતા.આ આંદોલનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ પણ પહોચ્યા આંદોલનમાં

બેઠકમાં હાજર પૂર્વ બોડર વિંગ કમાન્ડર કહ્યું કે આ લડાઈ રોડ રસ્તા પર આવી ગઈ છે. જો રાજ્ય સરકાર માંગ નહીં સ્વીકારે તો ભૂખ હડતાલ,જેલભરો આંદોલન તથા રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.આ માંગ સમગ્ર બનાસકાંઠામાં રહેતા લોકોની છે. તેથી સરકાર બને તેટલું જલદી અમારી માંગ સ્વીકારે.

 

 

Scroll to Top