Israel Hamas War: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં 15 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું હતું. આ યુદ્ધમાં અનેક સામાન્ય લોકોના મોત થયા હતા.તથા બંન્ને દેશને મોટુ નિકશાન પણ થયું છે. હવે યુદ્ધનો અંત લાવવા માટે બંન્ને દેશો વચ્ચે તબક્કાવાર કરાર પણ થયા હતા. આ કરારની માહિતી અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ જો બાઇડન અને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) કરી હતી.જ્યારે ટ્રમ્પના પહેલા કાર્યકળમાં અબ્રાહમ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ કરાર 19 જાન્યુઆરીથી અમલમાં આવશે
અમેરિકાએ આ કરારને જાહેર કર્યા બાદ આરબ દેશો સાથે ઇઝરાયલના સંબંધો સામાન્ય બન્યા છે. ત્યારે કતારના વડાપ્રધાને જણાવ્યું કે આ કરાર 19 જાન્યુઆરીથી અમલમાં આવશે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરા થતાં જ ગાઝાના લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા અને ભવ્ય ઉજવણી કરવા લાગ્યા હતા. પરંતુ જે કરાર થયા તેની ઔપચારિક રીતે જાહેર કરવામાં આવી નથી.એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રારંભિક તબક્કામાં છ અઠવાડિયાનો પ્રારંભિક યુદ્ધવિરામ સામેલ હશે જેમાં ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયલી દળોનું ધીમે ધીમે પરત જવાનું પણ સામેલ છે. હમાસ દ્વારા બંધક બનાવાયેલા ઇઝરાયલી બંધકોને મુક્ત કરવા અને ઇઝરાયલની કેદમાં રહેલા પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાનો સમાવેશ થાય છે.
33 ઇઝરાયલી બંધકોને મુક્ત કરવામાં આવશે
આ તબક્કામાં 33 ઇઝરાયલી બંધકોને મુક્ત કરવામાં આવશે, જે તમામ મહિલાઓ, બાળકો અને 50 વર્ષથી વધુ ઉંમરના પુરુષો છે. બીજા તબક્કાના અમલીકરણ માટેની વાતચીત પ્રથમ તબક્કાના 16મા દિવસે શરૂ થશે અને તેમાં સૈનિકો સહિત બાકીના તમામ બંધકોની મુક્તિ, કાયમી યુદ્ધવિરામ અને ગાઝામાંથી ઇઝરાયલી દળોની સંપૂર્ણ વાપસીનો સમાવેશ થાય તેવી શક્યતા છે.