Rabari Samaj: ગુજરાતમાં સમાજમાં કુરિવાજો દૂર કરવા માટે રબારી સમાજ બંધારણ પરિષદ, અમદાવાદ દ્વારા નવા નિયમો આજે બુધવારથી (15 જાન્યુઆરી, 2025) અમલમાં મુકવામાં આવ્યા છે. જેમાં પહેરામણી, સગાઈ, સીમંત, લગ્ન પ્રસંગ, મોબાઈલમાં મુકાતા સ્ટેટ્સ સહિતના વિષયોને આવરી લેવામાં આવ્યા છે.
કુરરિવાજ પર પ્રતિબંધ
અમદાવાદમાં રબારી સમાજ (Rabari Samaj) બંધારણ પરિષદ દ્વારા સમાજમાં કુરિવાજો દૂર કરવાના નવા નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે. લાગુ કરાયેલા નવા નિયમોમાં સગાઈ, લગ્ન, સીમંત સહિતના અનેક પ્રસંગોને ધ્યાનમાં રાખીને સમાજ માટે ચોક્કસ નિયમો લાગુ કરાયા છે. જેમાં બેફામ પહેરામણીને કંટ્રોલમાં કરવા માટે બંધ કવરની પ્રથા શરૂ કરી છે.
પ્રી-વેડિંગ, પાર્ટી સહિત પર પ્રતિબંધ મુકાયો
લગ્ન પ્રસંગમાં લાઈવ ડી.જે. ગરબા, લગ્ન ગીતો, કલાકાર, બેન્ડબાજા સદંતર બંધ રહેશે. આ ઉપરાંત, મોબાઈલમાં સ્ટેટ્સ ન મુકવા, પ્રી-વેડિંગ, પાર્ટી સહિત પર પ્રતિબંધ મુકાયો છે. જ્યારે લગ્નમાં ફક્ત 5 થી 7 તોલા સોનું આપવું, વર-વધુનો ચાંદલો 5 થી 10 લોકોની મર્યાદિત સંખ્યામાં લઈ જવો સહિતના નિયમોનો સમાવેશ કરાયો છે.
વિવિધ નવા નિયમો
લગ્ન પ્રસંગ માં ફક્ત 5 થી 7 તોલા સોનું આપવું. લગ્નમાં લાઈવ ડી.જે, ગરબા, કલાકાર, બેન્ડબાજા સદંતર બંધ હોવા જોઈએ. લગ્નમાં નાસિક ઢોલ લાવી શકાય, લગ્ન ગીતો રાખી શકાય. રાત્રે કલાકાર વગર સાદા ડી.જે. પર ગરબા કરી શકાય. વરઘોડામાં કલાકાર વગરનું સાદુ ડી.જે. તથા ઘોડી રાખી શકાય. નવી હલ્દી, મહેંદી, પ્રી વેડિંગ, કંકોત્રી લેખન, બેચલર પાર્ટી અને પેકિંગ સિસ્ટમ, જેવા કુરીવાજ સદંતર બંધ કરવા જોઈએ. વર-વધુનો ચાંદલો 5 થી 10 લોકોની મર્યાદિત સંખ્યામાં લઈ જવો. કંકોત્રી સાથે કવર, કપડા, ખાજા (મોસાળ ના ગોળા સિવાય) આપવા નહિં કંકોત્રી આપવા જાવ ત્યારે પેરામણી લેવી કે આપવી નહિં શક્ય.