Junagadh:જૂનાગઢમાં સાધુ સંતો વચ્ચે ઉકળતા ચૂર, જાણો શું છે સમ્રગ વિવાદ

Junagadh News: જૂનાગઢમાં આવેલા ગરીનારમાં અંબાજી મંદિર આવેલું છે. આ મંદિરના ગાદીપતિ તનસુખ ગીરીનું અવસાન થતા ગાદી વિવાદ વકર્યો હતો. આ વિવાદ ભૂતનાથના મંહત મહેશ ગીરી (maheshgiri)  અને હરી ગીરી વચ્ચે ગાદીને લઈ વિવાદ સર્જાયો હતો. આ વિવાદ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સૌરાષ્ટ્રની તપો ભૂમિ પર સાંધુ સંતો સામ સામે

આ વિવાદની શરૂઆત અંબાજી મંદિરના ગાદીપતિ તનસુખ ગીરી બાપુનું અવસાન થતા મહેશ ગીરી (maheshgiri) અને હરી ગીરી બાપુ વચ્ચે મૂળ વિવાદ સર્જાયો હતો. બાપુનું અવસાન થતા આ બન્ને મહંતે તેમના મોતનો મલાજો પાળીયા વગર ગાદી માટે એકબીજા સામ સામે આવી ગયા હતા. સમગ્ર વિવાદ વકર્તા આ ગાદીનો વહીવટ પ્રશાસનને આપવામાં આવ્યો હતો.

વિવાદની શરૂઆત

તનસુખ ગીરી બાપુ રાજકોટની એક ખાનગી હોસ્પીટલના icuમાં દાખલ હતા તે સમયે મહેશ ગીરી બાપુ icuમાં રાત્રે દાખલ થઈ વસીયત નામા પર સહી સિક્કા કરાવ્યા હતા. તેવો આરોપ હરી ગીરી બાપુ લગાવ્યો છો. ત્યારબાદ સમગ્ર જૂનાગઢ (Junagadh) માં આ વિવાદના પડઘા પડ્યા હતા. મહેશ ગીરી (maheshgiri) બાપુએ પ્રેસકોન્ફરનસ કરીને પૂરાવા પણ આપ્યા છે. જ્યારે બીજી બાજૂ હરી ગીરી બાપુએ આ વિવિધ પૂરાવાને ખોટા ગણાવ્યા છે.

પૂર્વ મેયર ગિરીશ કોટેચા પર આક્ષેપ

મહેશ ગીરી બાપુએ જૂનાગઢ (Junagadh)  ના પૂર્વ મેયર ગિરીશ કોટેચા પર આક્ષેપ કરતા સમગ્ર વિવાદમાં નવો વળાંક આવ્યો હતો. મહેશ ગીરી બાપુએ ગિરીશ કોટેચા પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભૂતનાથ મંદિરની પાછળની જમીન પર ખોટી રીતે દબાણ કર્યું છે. આસપાસની જમીન પર તેમણે બાંધકામ બાંધી દિધા છે. જો કે ગિરીશ કોટેચાએ આ તમામ વિવાદને ખોટા ગણાવ્યા હતા.

ગિરીશ કોટેચાના મહેશ ગીરી બાપુ પર આક્ષેપ

ગિરીશ કોટેચાએ મહેશ ગીરી (maheshgiri) બાપુ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, મહેશ ગીરી બાપુ અડધી રાત્રે રાજકોટની ખાનગી હોસ્પીટલમાં ICUમાં દાખલ થઈ તનસુખ ગીરી બાપુના સહી સિક્કા કરાવ્યા હતા. તેમણે વધુ આક્ષેપ કરતા કહ્યું મહેશ ગીરી બાપુ 2014માં દિલ્લાના સાસંદ બન્યા ત્યારે તેને ભગવા વસ્ત્ર ઉતારી દિધા. હવે જ્યારે અંબાજીની ગાદી પચાવી પાડવા ફરી જૂનાગઢ (Junagadh) માં આવ્યા છે.

વિવાદનો અંત ક્યારે

હાલ અંબાજી ગાદીનો વિવાદ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ગાદીના કારણે સાંધુ સંતોમાં પણ આક્રશ જોવા મળી રહ્યો છે. આ ગાદીનો વહીવટ વર્તમાનમાં પ્રશાસન પાસે છે. પરંતુ ભવનાથની પવિત્ર ભૂમિ પર આ વિવાદ થતા લોકોની આસ્થા સાથે ખીલાવાડ થઈ રહ્યો છે. તેવું વિરીષ્ઠ પત્રકારો અને અખાડાના સાંધુ માની રહ્યા છે.

Scroll to Top