Payal Goti: અટકાયત બાદ પ્રતાપ દુધાતનો મોટો ખુલાસો, પોલીસનું ગુંડા જેવું વર્તન

Payal Goti:  અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે.આ મુદ્દે પરેશ ધાનાણીએ અમરેલીમાં ચર્ચાના ચોકમાં ભાજપ સરકાર સામે આંદોલન માડ્યું હતું.અમરેલીમાં ત્રણ દિવસ આંદોલન કર્યા બાદ આજે સુરતના માનગઢ ચોકમાં વિરોધ સાથે આંદોલન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા પ્રતાપ દુધાત (pratap dudhat) સહિતા અનેક કોંગ્રેસના નેતાની અટકાયત કરી હતી. પ્રતાપ દુધાતે (pratap dudhat) ન્યુઝરૂમ ગુજરાતી સાથે ખાસ વાત કરી હતી. જેમાં તેમણે ભાજપ અને અમરેલી પોલીસ પર આક્ષેપ કર્યા હતા.

શું કહ્યું પ્રતાપ દુધાતે

દિકરીને ન્યાય અપાવા માટે સમાજના આગેવાન સાથે મળીને આ મુહિમ ઉઠાવી હતી. ત્યારબાદ દીકરી બહાર આવી તેને ન્યાય અપાવા માટે કોટ થી લઈ વિરોધ આંદોલન કરવામાં આવ્યું હતું.અમરેલીના રાજકમલ ચોકમાં કૌસીક વેકરીયાને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. હવે સુરતમાં આંદોલન અને વિરોધ કરવાનું હતું. પરંતુ પોલીસે તમામ લોકોની અટકાયત કરી હતી.સુરત પોલીસ પર પણ આક્ષેપ કર્યા હતા.તથા ગઈ કાલ રાત્રે અમરેલી પોલીસે ત્રણ અધિકારીને સસ્પેન્ડ કર્યા હતા.રાત્રે ધરપકડ કરવા ગયા હતા, તે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સુરતના માનગઢ ચોકમાં વિરોધ અને આંદોલન ન કરવા દિધું

સુરતમાં મોટી પોલીસ ખડકી દેવામાં આવી છે. લોકોને ડરાવા ધમકાવા પોલીસ ગોઠવવામાં આવી હતી. ધરણા અને વિરોધ કરનાર તમામ લોકોને સુરત પોલીસે અટકાયત કરવામાં આવી છે. માનગઢ ચોકમાં ભાજપના બધાજ કાર્યક્રમો થાય. સાધુ સંતોના વિવિધ કર્યક્રમો થાય, પણ અમરેલીની દિકરીને ન્યાય અપાવા માટે ધરણા સાથે વિરોધ પ્રદર્શન કરવાનું હતું.પરંતુ પોલીસે અમારા કાર્યક્રમ ચાલુ થાય તે પહેલા દબોચી લેવામાં આવ્યા હતા. પોલીસની ખાખી વર્દી પહેરી ગંડાતત્વો કરતા અધિકારી સામે અમારી લડાઈ છે. મહિલા થકી લેટર લખવામાં આવશે. આ લેટર મહિલાઓ સમાજના વિવિધ અગ્રણીયોને, સાંધુ સંતો, રાજકારણીઓને લખવામાં આવશે. તેવી રણનીતિ તૈયાર કરવામાં આવી છે.

 

 

Payal Goti

Scroll to Top