દિલ્હી વિધાનસભામાં કોંગ્રેસની મોટી જાહેરાત,યુવાનોને દર મહિને મળશે તગડી રકમ

Delhi Assembly Election 2025: દિલ્લી વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. જેમાં કોંગ્રેસે (congress) યુવા ઉડાન યોજનાની જાહેરાત કરી છે. દિલ્લી (Delhi) માં કોંગ્રેસ (congress) ની સરકાર બનશે તો બેરોજગાર યુવાનોને એપ્રેન્ટિસશીપ તરીકે દર મહિને 8500 રૂપિયા આપશે. દિલ્હી (Delhi) માં રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસ (congress) નેતા સચિન પાયલટે આ ગેરંટીની જાહેરાત કરી હતી. પાયલટે કહ્યું કે, દિલ્હી (Delhi) ની જનતા 5 ફેબ્રુઆરીએ કોંગ્રેસની સરકાર બનશે.

બેરોજગાર યુવાનોને દર મહિને 8500 રૂપિયા મળશે

પાયલોટે કહ્યું કે, દિલ્હી (Delhi) નો જે પણ યુવક શિક્ષિત હશે – છોકરો કે છોકરી, દરેક શિક્ષિત બેરોજગાર વ્યક્તિને દર મહિને 8500 રૂપિયા આપીશું. યુવા ઉડાન યોજના હેઠળ યુવાનોને એક વર્ષની એપ્રેન્ટિસશીપ તથા બેરોજગાર યુવાનોને દર મહિને 8500 રૂપિયા મળશે.કાઝી નિઝામુદ્દીને કહ્યું દિલ્હી (Delhi) ના લોકોમાં ન્યાય યાત્રા દરમિયાન જે તારણો બહાર આવ્યા તેના આધારે આ યોજના બનાવવામાં આવી છે. મોદી સરકાર અને આમ આદમી પાર્ટીની નીતિઓએ યુવાનોની કમર તોડી નાખી છે.

રાહુલ ગાંધી સીલમપુર વિસ્તારમાં સભા કરશે

દિલ્હી (Delhi) વિધાનસભામાં છેલ્લી બે ચૂંટણીમાં કોંગ્રેસ (Delhi) એક પણ સીટ જીતવામાં સફળી રહી નથી. જેના કારણે આ ચૂંટણીમાં કોંગ્રેસ જીત હાંસલ કરવા માટે કમર કસી લીધી છે. દિલ્હી (Delhi) ના રણમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સોમવારે (13-01-24)ના રોજ સીલમપુર વિધાનસભા વિસ્તારમાં એક રેલીને સંબોધન કરશે. આ માહિતી દિલ્હી પ્રદેશ કોંગ્રેસ (Delhi) કમીટીના કાર્યાલયમાં આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં અખિલ ભારતીય કોંગ્રેસ (Delhi) કમિટીના દિલ્હી પ્રભારી કાઝી નિઝામુદ્દીને આપી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં વધારે વાત કરતા કહ્યું, રાહુલ ગાંધી દેશની જનતાનો અવાજ બન્યા છે. જનતાને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેઓ અવાજ ઉઠાવે છે.

 

Scroll to Top