IND vs ENG India Team Announcement: ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમ (India Team) ની જાહેરાત શનિવારે (11 જાન્યુઆરી) કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ સિરીઝ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. સૂર્યકુમાર યાદવ ટી-20 શ્રેણીમાં ભારતીય ટીમનું કપ્તાની સંભાળશે. ટીમમાં હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ અને અર્શદીપ સિંહ જેવા સ્ટાર ખેલાડીઓને પણ સ્થાન મળ્યું છે.
અક્ષર પટેલ બન્યો વાઇસ-કેપ્ટન
T20 સિરીઝ માટે ટીમ પસંદગીની સૌથી મોટી વાત અક્ષર પટેલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામેની ટી-20 શ્રેણી દરમિયાન ભારતીય ટીમમાં કોઈ વાઇસ કેપ્ટન નહોતો. આ પહેલા શુભમન ગિલ શ્રીલંકા સિરીઝ દરમિયાન વાઈસ કેપ્ટન બનાવામાં આવ્યો હતો. પરંતુ ક્રિકેટ પંડિતોને હાર્દિક પંડ્યાને કોઈપણ પ્રકારની જવાબદારી આપવામાં આવી નથી.
મોહમ્મદ શમીની 14 મહિના પછી ટીમમાં વાપસી
પસંદગીમાં સૌથી મોટી બાબત અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) ની વાપસી હતી. શમી 2023 ODI વર્લ્ડ કપ બાદ એક્શનથી દૂર હતો. 34 વર્ષીય મોહમ્મદ શમી (Mohammed Shami) લગભગ 14 મહિના બાદ ભારતીય ટીમમાં પરત ફર્યો છે. ODI વર્લ્ડ કપ 2023 બાદ શમીએ સર્જરી કરાવી હતી ડાબા ઘૂંટણમાં સોજાને કારણે શમી તાજેતરના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ ચૂકી ગયો હતો.
ઈંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમઃ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ , મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર).