Payal Goti: લેટરકાંડ મુદ્દે પરશોતમ રૂપાલાનું નિવેદન સામે આવતા અમરેલીના રાજકારણમાં ખળભળાટ

Parshottam Rupala: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે.આ મુદ્દે 13 દિવસ બાદ પરશોતમ રૂપાલા (Parshottam Rupala) નું નિવેદન સામે આવ્યું છે. રૂપાલાએ સીધી રીતે સમગ્ર ઘટનાનો દોષનો ટોપલો પોલીસ પર ઢોળ્યો હતો.

13 દિવસ બાદ રૂપાલાના નિવેદનથી ખળભળાટ

અમરેલી વિવાદમાં પરશોતમ રૂપાલા (Parshottam Rupala) નું નિવેદન સામે આવ્યું છે. સમગ્ર ઘટના બની તેના 13 દિવસ બાદ રૂપાલાના નિવેદનથી અમરેલીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રૂપાલાએ કહ્યું આ સમગ્ર ઘટનામાં પોલીસે તપાસમાં ઉતાવળ કરેલી છે.દિકરી સાથે પોલીસનો વ્યવહાર યોગ્ય નથી.આખા પ્રકરણને બે દષ્ટીએ જોવાની જરૂર છે. આખો મામલો નનામી પત્રીકાનો હતો. આ પત્રીકાનો ખુબ મોટો રોગ ચાલી રહ્યો છે.તાપસના કારણે જે પ્રશ્ન ઉભો થયો છે. તેના કારણે કોંગ્રેસ વિરોધ કરી રહી છે.પોલીસે સમગ્ર ઘટનાને લઈ sti કમિટીની નિમૂણક કરી દિધી છે.રૂપાલાએ જૂથવાદને નકારીયો હતો.

રૂપાલાએ જૂથવાદને નકારીયો હતો

રૂપાલાના (Parshottam Rupala) નિવેદન બાદ અમરેલીના રાજકારણમાં નવો વળાંક આવી ગયો છે. રૂપાલાએ સીધી રીતે જૂથવાદ ન ગણાવ્યું પરંતુ આડકતરી રીતે ઈશારો કર્યો હતો.આ ઉપરાંત તેમણે પોલીસ તપાસ પર આક્રરા પ્રહાર કર્યા હતા.આડકરી રીતે રૂપાલા (Parshottam Rupala) એ પોલીસ પર દોષનો ટોપલો ઢોળી દિધો છે.13 દિવસ બાદ રૂપાલાનું નિવેદન સામે આવતા અમરેલી પંથકમાં રાજકારણમાં નવો વળાંક જોવા મળી રહ્યો છે.

 

Scroll to Top