MahaKumbh 2025: અખાડાના સાધુ સંતો માટે આસ્થાનું કેન્દ્ર સમાન મહા કુંભમેળા (MahaKumbh ) ની શરૂઆત અગામી સમયમાં ચાલુ થઈ રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકારને ટકોરતા કહ્યુ બાર વર્ષ બાદ પ્રયાગરાજમાં કુંભમેળા (MahaKumbh ) નું આયોજન થઈ રહ્યું છે. તો રાજ્ય સરકાર ગુજરાતના લોકોને કુંભમેળા (MahaKumbh ) માં જવા માંગતા તમામ લોકોને વિનામૂલ્ય મુસાફરી કરાવવાનો લાભ આપે.
ટ્રેનોમાં ખૂબ જ લાંબુ વેટિંગ હોવાથી સરકાર સ્પેશીયલ ટ્રેનો દોડાવે
આ કુંભમેળો (MahaKumbh ) 12 વર્ષે બાદ પ્રયાગરાજમાં યોજાવા જઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સરકાર સામે માંગ કરી હતી કે, ગુજરાતમાંથી જે પણ લોકો કુંભમેળા (MahaKumbh ) માં જવા માંગે છે તે તમામ લોકોને વિનામૂલ્ય મુસાફરી કરાવવાનો લાભ આપે. તથા સ્પેશિયલ ટ્રેન, સ્પેશિયલ બસ અને સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા યાત્રાળુઓને કુંભમેળા સુધી પહોંચાડવામાં આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. હાલ તો સરકાર સ્પેશિયલ ટ્રેનો દોડાવી રહી છે.તેમ છતા આમા ખુબ લાંબુ વેટીંગ જોવા મળી રહ્યું છે. પ્રાઇવેટ બસોમાં ખૂબ જ ભાવ વધારો જોવા મળી રહ્યો છે, અને પ્લેનની ટિકિટમાં પણ વન-વેના ₹14,000 વસૂલવામાં આવે છે.આ ઉપરાંત જે લોકો પરિવાર સાથે જવા માંગતા લોકો માટે ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યા છે.
ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓ પરિવાર સહિત કુંભમેળાના દર્શન નથી કરી શકતા
ગુજરાત આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર સામે માગ રાખી હતી કે, સરકાર વિના મૂલ્ય વધુ સ્પેશિયલ ટ્રેનો, સ્પેશિયલ બસો અને સ્પેશિયલ ફ્લાઇટ મુકાવે જેના કારણે ગુજરાતના ત્રણ લાખથી દસ લાખ શ્રદ્ધાળુઓ જે કુંભમેળા (MahaKumbh ) ના દર્શન કરવા માંગે છે તે લોકોને આપણે કુંભમેળા (MahaKumbh ) માં મોકલી શકીએ. આ મામલે મુખ્યમંત્રી પોતે ધ્યાન આપે.