Varun Aron: ફાસ્ટ બોલર વરુણ એરોને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની પુષ્ટિ કરી હતી. વરુણ એરોન (Varun Aron) તેની ફાસ્ટ બોલિંગ માટે જાણીતો હતો.તેઓ ભારત માટે કૂલ 18 મેચ રમ્યો હતો. વરૂણે (Varun Aron) 2010-11માં વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની ખાસયતએ હતી કે તેઓ 153 કિમી પ્રતિ કલાકે ફાસ્ટ બોલિંગ કરતો હતો.
ભારત માટે 18 મેંચ રમ્યો હતો
ફાસ્ટ બોલર વરુણ એરોન (Varun Aron) ની કરિયર ઈજાના કારણે વધુ આગળ વધી શક્યું નથી. તેણે ઓક્ટોબર 2011માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું.પ્રથમ મેંચમાં ત્રણ વિકેટ ઝડપી હતી.વરુણ એરોને (Varun Aron) ભારત તરફથી રમતા 18 મેચમાં 29 વિકેટ લીધી હતી. જોકે એરોન (Varun Aron) ઝારખંડ માટે નિયમિતપણે સ્થાનિક ક્રિકેટ રમી રહ્યો હતો.એરોને 52 IPL મેચોમાં 33.66ની એવરેજથી 44 વિકેટ લીધી છે.જ્યારે વરૂન એરોન (Varun Aron) ને T20માં રમાવાની તક મળી ન હતી.
વરુણ એરોને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવર્તી
વરુણ એરોને (Varun Aron) તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, છેલ્લા 20 વર્ષથી હું ઝડપી બોલિંગ ફેંકી રહ્યો છું.બધાના આભાર સાથે હું ક્રિકેટમાંથી મારી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરું છું. આ સફરમાં ભગવાન, મારા પરિવાર અને મિત્રોએ આશીર્વાદ આપ્યા છે.આ ઉપરાંત મારા સાથી, કોચ, સહાયક સ્ટાફ અને પ્રશંસકો વિના આ શક્ય ન હતું.મારી કારકિર્દી દરમિયાન મારે ઘણી બધી ઇજાનો સામનો કરવો પડ્યો હતો. તેમને નેશનલ ક્રિકેટ એકેડમીના ફિઝિયો, ટ્રેનર્સ અને કોચનો આભાર માન્યો હતો.