Amreli Police: નારી સ્વાભિમાન આંદોલન વચ્ચે સાવરકુંડલામાં અપહરણ, અમરેલી પોલીસ શંકાના દાયરામાં?

Amreli Police: અમરેલીના નારી સ્વાભિમાન આંદોલન વચ્ચે સાવરકુંડલામાં અપહરણ (Kidnapping) થતા ખળભળાટ મચી ગયો છે. અમરેલી (Amreli) ના ચોકમાં એક તરફ પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસના નેતા અને પાટીદાર આગેવાનો આંદોલન પર બેઠા છે. અમરેલી (Amreli) પોલીસ ક્યારે આ અપહરણ (Kidnapping) કરનાર આરોપીને ક્યારે પકડશે. તે તો હવે જોવાનું રહ્યું. પરંતુ પોલીસની કામકાજ પર ચોક્કસ આંગળી ઉઠે છે.

હીરાના કારખાનું ધરાવતા યુવકનું અપહરણ

અમરેલી (Amreli) માં દિકરીને ન્યાય અપવા માટે કોંગ્રેસ નેતા અને પાટીદાર અગ્રણીઓ નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા છે. ત્યારે સાવરકુંડલામાં અપહરણ થયું છે. સાવરકુંડલામાં ફોર વ્હીલ કારમાં આવેલા ત્રણ યુવકે અપહરણ કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.  મળતી માહિતી અનુસાર પીડિતાનું નામ ભરત વશરામ પાધડાળ હતું જે હીરાના કારખાનું ચલાવતો હતો. આ યુવકનું અપહરણ (Kidnapping) સાવરકુંડલાના શિવાજીનગર પટેલ વાડી પાસે થયું હતું. જ્યારે અપહરણ (Kidnapping) કરતા સ્વિફ્ટ ગાડી GJ03 HA 8134 લઈને આવ્યા હતા.આ અપહરણ હીરાના કારખાનામાં ખોટ જતા પૈસાની લેતી દેતી બાબતે થયું હતું. સમગ્ર અપહરણની ઘટના cctvમાં કેદ થતા સમગ્ર પંથકમાં હાહાકાર મૂચી ગયો હતો. હવે પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે આરોપીને જડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અમરેલીમાં ગુનેગારો બન્યા બેફામ

રાજ્યના ગૃહમંત્રી હર્ષસંધવી જાહેર સભામાં મોટી મોટી વાતો કરતા હોય છે. પરંતુ જે રીતે રાજ્યમાં અને ખાસ કરીને અમરેલી (Amreli) માં ધોળા દિવસે પહેલા સરઘસ ત્યારબાદ અપહરણ (Kidnapping) પોલીસની કામગીરી પર સવાલ કરી રહ્યા છે. પોલીસની ઢીલી કામગીરીને લઈ જનતા ત્રાહીમામ પોકારી રહી છે.પોલીસની આ કામગીરીના કારણે ગુનેગારો બેફામ બન્યા છે.

Scroll to Top