BJP MLA: પાલિતાણાના ધારાસભ્યનો ઓડિયો વાયરલ, અધિકારીને ગાળો ભાંડી

BJP MLA: ગુજરાતની રાજનિતીમાં ઉકળતા ચૂર જવા મળી રહ્યા છે. અમરેલીના વિવાદના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે.ત્યારે પાલીતાણા (Palitana) ના ધારાસભ્ય અધિકારીને ગાળો ભાંડતો હોય તેવો ઓડિયો વાયરલ થયો છે.આ ઓડિયો બાદ સમગ્ર પંથકમાં રાજકારણ તેજ બની ગયું છે.આ ઓડિયો પાલીતાણા (Palitana) ના ભાજપ (BJP)  ના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા (Bhikhabhai Baraiya) નો હોવાનું સામે આવ્યું છે.તેઓ અધિકારી દશરથ નામના વ્યક્તિને ગાળો આપી હતી. ન્યુઝરૂમ ગુજરાતી આ વાયરલ ઓડીઓની પુષ્ટિ કરતું નથી.

બાંધકામ શાખાના અધિકારીને ગાળો આપી

પાલીતાણા (Palitana) ના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા (Bhikhabhai Baraiya) એ બાંધકામના કામની ફાઇલો તાત્કાલિક મંજૂર કરવા અધિકારીને ગાળો આપી હોવાનું સામે આવ્યું છે.ધારાસભ્યએ પેટા કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ફરન્સ કોલમાં અધિકારીને ગાળો અપાવ્યાનો ઓડિયો વાયરલ થયો છે.આ ગાળો અધિકારી દશરથને આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્યએ અધિકારીને ગાળો ભાંડી તાત્કાલિક ફાઈલો મંજૂર કરવા રોફ જમાવ્યો હતો.

દશરથ નામનો અધિકારી હોવાનું સામે આવ્યું

પાલીતાણા (Palitana) ની આ ઘટના સમગ્ર રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. આ ઓડિયા વાયરલ થતા ભાજપ (BJP) ના ધારાસભ્યની કૂરતુત સામે આવી છે. ચૂંટણીમાં વિકાસની મોટી મોટી વાતો કરનાર ભાજપના ધારાસભ્યની પોલ ખુલી ગઈ છે. ભ્રષ્ટાચાર કરવા,મિલીભગત અને અધિકારીને હાંકવા ભાજપ (BJP)  ના ધારાસભ્યોનો પહેલો નંબર આવે છે. આ વાયરલ ઓડીઓ બાદ ધારાસભ્ય પર તપૈસ કે કાર્યવાહી થાય છે કે નહીં તે તો જોવાનું રહ્યું.

 

 

 

Scroll to Top