Payal Goti: અમરેલી મુદ્દે આપ નેતા આવ્યા મેદાને, મુખ્યમંત્રી સામે કરી આ માંગ

Payal Goti: અમરેલીની દીકરીને ન્યાય આપવા માટ પરેશ ધાનાણી (paresh dhanani) એ સાથે કોંગ્રેસ (congress) ના નેતાઓ અમરેલીના ચોકમાં ભૂખ હડતાલ પર બચીયા છે.ત્યારે હવે આ મુદ્દા પર આમ આદમી પાર્ટી (aap) પણ મેદાને આવ્યા છે. આ સમગ્ર વિવાદ સૌરાષ્ટ્રમાં ચાલતો હતો. પરંતુ હવે આ વિવાદના પડઘા સુરતમાં પણ પડ્યા છે.આમ આદમી પાર્ટી (aap)ના નેતાએ સુરતમાં કામરેજ ચાર રસ્તાથી કામરેજ પ્રાંત કચેરી સુધી ન્યાય યાત્રા કાઢી અને પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી અમરેલી (amreli) ની દીકરી સાથે ન્યાય કરવા માંગ કરી હતી.

આ વિવાદના પડઘા સુરતમાં પણ પડ્યા

સમગ્ર ઘટનાને લઈ આપ’ કોર્પોરેટર અને વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ કહ્યું કે, ગુજરાતમાં બહેન દીકરીઓ સાથે અત્યાચારની ઘટનાઓમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં અસંખ્ય છેડછાડની, હત્યાની અને બળાત્કારની ઘટનાઓ ઘટી રહી છે છતાં પણ સરકારનો તેના પર કોઈ કંટ્રોલ લાવતી નથી. અમરેલીની પોલીસે એક યુવાન દીકરીનું જાહેરમાં સરઘસ કાઢીને તેને ઈજ્જત પર લાંછન લગાવવાનું કામ કર્યું છે. ભાજપની અંદરો અંદરની લડાઈમાં એક દીકરીને જાહેરમાં બદનામ કરીને તેની ઈજ્જત ઉછાળવામાં આવી છે.આ ઘટના પર કોણ જવાબદાર છે તેની તટસ્થા તપાસ થવી જોઈએ.

જવાબદાર સામે તટસ્થા તપાસ થવી જોઈએ

આ ન્યાય યાત્રામાં આમ આદમી પાર્ટીના આગેવાનો સંજય રાદડિયા, પ્રકાશ બેલડીયા, હરેશ વડાલીયા, સતિષ પ્રજાપતિ, નિતેશ વેકરીયા, છોટુભાઈ વર્મા, મિલન સોરઠીયા, નિલેશભાઈ રાદડિયા, બીપીનભાઇ બુસ્સા, પી.સી.પટેલ, હારુનભાઈ તેમજ સુરત મનપાના ‘આપ’ કોર્પોરેટરો વિપક્ષ નેતા પાયલ સાકરીયા, ઉપનેતા મહેશભાઈ અણઘણ, વિપક્ષ દંડક રચનાબેન હીરપરા, કોર્પોરેટરો શોભનાબેન કેવડિયા, કુંદનબેન કોઠીયા, નવસારી લોકસભા ઇન્ચાર્જ પંકજભાઈ તાયડે, મહિલા આગેવાનો રેખાબેન પટેલ, ગીતાબેન લીંબાસીયા વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

 

 

Scroll to Top