Payal Goti: વિરજી ઠુમ્મરે કૌશિક વેકરીયાને ફેંક્યો ખુલ્લો પડકાર, અમરેલીના ચોકમાં……..

Payal Goti: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે.આ મુદ્દે પરેશ ધાનાણીએ અમરેલી (Amreli) માં ચર્ચાના ચોકમાં ભાજપ સરકાર સામે આંદોલન માડ્યું હતું.જેમાં કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રંસગે જૈની ઠુમ્મર, વિરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત સહિત અનેક અગ્રણી હાજર રહ્યા હતા.આજે વહેલી સવારથી અમરેલી (Amreli) ના ચોરામાં 24 કલાકની ભૂખ હડતાલ પર ઉતરીયા છે. જેમા વિરજી ઠુમ્મરેએ કૌશિક વેકરીયા (Kaushik Vekaria) ને પડકાર ફેંકતા કહ્યું જો તમે સાચા હોવ તો ખુલાસો કરવા અમરેલીના ચોકમાં આવી જાવ.

પોલીસ હવે પોલીસ રહી નથી

વિરજી ઠુમ્મરે અમરેલીના ચોકમાં કહ્યું, કૌશિક (Kaushik Vekaria) ભાઈ સાચા હોય તો અહીં આવીને ખુલાસો કરે.કોઈ રાજકારણ કરવું નથી અમરેલીના ચોકમાં આવીને ખુલાસો કરો.ભાજપ તો હમેશા એવું કહે છે સૌવનો સાથ અમારો વિકાસ આ વાતો કરનાર રાજ્યના મુખ્યમંત્રી અને હવે દેશના વડા પ્રધાન બન્યા છે.40 – 40 લાખનો હપતો કૌશિક ભાઈ (Kaushik Vekaria) લેશે તેવા તેમના ભાજપના નેતા સ્વીકારે છે.આ પત્ર બનાવટી નથી. જો આ પત્રનો fsl કરાવવામાં આવે તો દુધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.આ આખો ખેલ દબાવા માટેનો છે. ભાજપ સરકાર બધાને દબાવા માંગે છે.આ સરદાર પટેલની અને ગાંધીની ભૂમિ છે. અહીંયા કોઈ ભાજપની સરકાર સામે ડરી જાય તેમ નથી.આ સમગ્ર ઘટનામાં કોંગ્રેસને બદનામ કરવાની જરૂર નથી. જો કૌશિક ભાઈ (Kaushik Vekaria) સાચા હોય તો આ ચોકમાં આવી ખુલાસો કરે.

શું કહ્યું લલિત કગથરાએ

લલીત કગથરાએ અમરેલીના ચોકમાં કહ્યું આ રાજકારણની વાત નથી.આ પટેલ કે અન્ય સમાજની વાત નથી.સમગ્ર ગુજરાતમાં રહેતી દિકરીઓને સ્વાભીમાનની અને ન્યાઅ અપાવાની વાત છે.દિકરીને રાત્રે 12 વાગ્યે ધરપકડ કરે અને સરઘસ કાંઠે તો કોની પાસે ન્યાય માંગવા જાવું.ગુજરાતની તમામ દિકરીને ન્યાય અપવા માટે સ્વાભીમાન માટે આંદોલન પર ઉતરીયા છે.જે રીતે અમરેલીની પોલીસ ભાજપના એજન્ટ બની કામ કર્યું છે. એક માત્ર ધારાસભ્યના ઈશારે કામ કર્યું છે. એ પોલીસની સામે પગલા ભરાય તેવી માંગ કરી છે.દિકરીને ખુલા મોઢે સરઘસ કાઢવું તે હળાહળ અન્યાય છે.આ દિકરીને ન્યાય નહીં મળે ત્યા સુધી આ સ્વાભીમાન આંદોલન ચાલુ રહેશે.

 

 

Scroll to Top