Amreli News: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે.આ મુદ્દે પરેશ ધાનાણી (Paresh Dhanani) એ અમરેલીમાં ચર્ચાના ચોકમાં ભાજપ સરકાર સામે આંદોલન માડ્યું હતું.જેમાં કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રંસગે જૈની ઠુમ્મર, વિરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત સહિત અનેક અગ્રણી હાજર રહ્યા હતા.
અમરેલીના ચોકમાં ધાનાણી આકરા પાણીએ
પરેશ ધાનાણી (Paresh Dhanani) એ અમરેલીની દિકરીને ન્યાય આપવા માટે આંદોલન ચાલુ કર્યું છે. આ સભામાં ધાનાણીએ કહ્યું હતું કે ભાજપની સરકાર બેફામ રેતી ચોરી કરનાર લોકો સામે કર્યવાહી કરતા નથી. આટલા વર્ષોમાં દિકરીનો વરઘોડો જોયો નથી. પરંતુ કૌશીક ભાઈ તમારા રાજમાં વરઘોડો જોવા મળ્યો છે. આ દિકરીને ન્યાય અપાવા માટે હું મેદાને આવ્યો છે. અમરેલીની દિકરીનું અપમાન ક્યારે સહન કરી શકાય નહીં.અમરેલીના જાગૃત મતદારો સમય આવી ગયો છે. જે લોકો દિકરીનું અપમાન કરે છે તેમને દેખાડી દેવાનું છે. કૌશીક ભાઈ જો તમે આ ચોરામાં નહીં આવો તો પરીણામ ધાર્યુ નહીં થાય. ચપટી વગાડી કુવારી કન્યાનો વરઘોડો કાઢીએ યોગ્ય નથી.દિકરીને આશા હતી કે, કૌશીક ભાઈ ચપટી વગાડી ન્યાય અપાવવા આવશે. પરંતુ તે આવ્યા નહીં.