Congress: ભાજપા સરકારમાં દરેક ખરીદીમાં કૌભાંડો પણ ઐતિહાસિક – મનહર પટેલ

Congress: કોંગ્રેસ નેતા મનહર પટેલે વિરમગામ-દેત્રોજ-માંડલ વિસ્તારના ખેડૂતોની ડાંગરના ટેકાના ભાવે ખરીદી અને કરોડોનો ભ્રષ્ટાચાર સામે બાયો ચઢાવી છે. તેમણે ભાજપ (BJP) પર આક્ષેપ કરતા કહ્યું ખેતીની જણસના ટેકાના ભાવથી ખરીદીને ઐતિહાસિક નિર્ણય ગણાવનારી ભાજપા (BJP) સરકારમાં દરેક ખરીદીમાં કૌભાંડોનો પણ ઐતિહાસિક રહ્યા છે. ભાજપા (BJP) સરકારમાં થયેલા અગણિત ભ્રષ્ટાચાર સિદ્ધ કરે છે કે ભાજપા (BJP) અને ભ્રષ્ટાચાર બનેના DNA એક છે.સરકાર ટેકાના ભાવે જ્યારે પણ જણસની ખરીદી કરી છે તે પૈકી તમામમાં ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે.

ભાજપા અને ભ્રષ્ટાચાર બનેના DNA એક

ભાજપા (BJP) સરકાર ટેકાના ભાવે જણસની ખરીદી કરી છે.અને પછી તેમાં ભ્રષ્ટાચાર પણ કરે છે.સમગ્ર ઘટનામાં ગુનો નોંધાય પછી તપાસનું નાટક કરી નાના કર્મચારીને પોલીસ કસ્ટડીમાં પણ રાખે છે.સરકાર આવી ઘટના પર કોઈ ઠોસ પગલાં સરકાર કેમ ભરાતી નથી. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી જો ભ્રષ્ટાચાર વિરોધી વલણ ધરાવતા હોઈ તો, ડર રાખ્યા વગર નિવૃત્ત જજની આગેવાનીમાં તટસ્થ તપાસ કરાવી જોઈએ.

હાઈકોર્ટના નિવૃત્ત જજ ની આગેવાનીમાં કરવામાં આવે

વિરમગામ કેન્દ્ર ઉપરથી ટેકાના ભાવે થયેલ ડાંગર ખરીદીમાં ભાજપાના મોટા માથાઓના હાથ છે.આ કૌંભાડ કરનાર આરોપીને જે રીતે અમરેલીની નિર્દોષ દીકરીને FIR નોંધાય અને 24 કલાકમાં ધરપકડ કરવામાં આવે અને શહેરમાં 3 km સરઘસ કાઢવામાં આવ્યું. તે રીતે ટેકાના ભાવે ડાંગર ખરીદી કૌભાંડ કરનાર આરોપીને ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી છે.આ ઉપરાંત વિરમગામની પોલીસ સત્તાપક્ષના ભાજપાના નેતાઓને બચાવવા પોતાની નૈતિક જવાબદારીથી ભાગે છે.ગુજરાતમાં ટેકાના ભાવે જણસ ખરીદીમાં અનેક કૌભાંડો થયા છે.આના કારણે સરકારી તેજુરીને કરોડો રૂપિયાનો ફટકો પડ્યો છે. આ તમામ કૌભાંડોમાં કરોડો રૂપિયાની ઉચાપત થયેલ છે.આ સમગ્ર કૌભાંડોની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ ની આગેવાનીમાં કરવામાં આવે.

 

Scroll to Top