Nitin Gadkari: કેન્દ્ર સરકારની સૌવથી મોટી જાહેરાત, અકસ્માત પીડિતો માટે સહાય કરી જાહેર

Nitin Gadkari: કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ દેશભરમાં માર્ગ અકસ્માત (ACCIDENT) નો ભોગ બનનારા લોકો માટે કેશલેસ ટ્રીટમેન્ટ (મફત સારવાર) યોજના જાહેર કરી છે. જે હેઠળ સરકાર માર્ગ અકસ્માત (ACCIDENT) ના પીડિતોને સાત દિવસ મફત સારવાર અથવા રૂ. 1.5 લાખ સુધીનો સારવાર ખર્ચ આપશે. આ પાયલોટ પ્રોજેક્ટ ચંદીગઢ અને અસમમાં ગતવર્ષે ઓગસ્ટમાં શરૂ થયો હતો. જેના સફળ અમલીકરણ બાદ હવે દેશભરમાં લાગુ કરવાની જાહેરાત કરી છે.

1.5 લાખ સુધીનો સારવાર ખર્ચ આપશે.

આ યોજનાનો લાભ લેવા અકસ્માત (ACCIDENT) ની જાણ તાત્કાલિક ધોરણે પોલીસને કરવી પડશે. અકસ્માત થયાના તુરંત કે 24 કલાકની અંદર પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવનારાને કેશલેસ ટ્રીટમેન્ટનો લાભ મળશે. જેમાં ઈજાગ્રસ્તને સાત દિવસ કે મહત્તમ રૂ. 1.5 લાખ સુધીનો સારવાર ખર્ચ આપવામાં આવશે. ગડકરી (Nitin Gadkari) એ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માત (ACCIDENT) માં છેલ્લા એક વર્ષમાં 1.80 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. હિટ એન્ડ રનના કિસ્સામાં સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને રૂ.2 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. અકસ્માત (ACCIDENT) માં ઘટાડો કરવા સરકાર માર્ગ સુરક્ષાને પ્રાધાન્ય આપી રહી છે.

એક વર્ષમાં 1.80 લાખ લોકોએ જીવ ગુમાવ્યા

કેન્દ્રીય પરિવહન મંત્રી (Nitin Gadkari)  એ નવી યોજના જાહેર કરવાની સાથે માર્ગ અકસ્માત (ACCIDENT) ના આંકડાઓ પણ રજૂ કર્યા હતા. જે અનુસાર, 2024માં કુલ 1.80 લાખ લોકોએ માર્ગ અકસ્માત (ACCIDENT) માં જીવ ગુમાવ્યા છે. જેમાં 30000 લોકોના મોત હેલમેટ ન પહેરવાના કારણે થયા છે. ઉલ્લેખનીય છે, આ મૃતકોમાં 66 ટકા લોકો 18થી 34 વર્ષનો યુવા વર્ગ હતો.

Scroll to Top