Accident: અંકલેશ્વરમાં ગોઝારા અકસ્માત,3 ના કમકમાટી ભર્યું મોત

Accident:  ભરૂચના અંકલેશ્વર નજીક ગોજારો અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમા ત્રણ લોકોના મોત થયા હતા. બાકરોલ બ્રિજ નજીક કાર ધડાકાભેર ટ્રક પાછળ ઘૂસી જતા એક જ પરીવારના 3 લોકોના મોત થયા હતા. કારમાં સવાર પરીવાર અજમેરથી મૂંબઈ પરત ફરતા દરમિયાન અકસ્માત (Accident) સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ક્રેઈનની મદદથી ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતને પગલે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

ત્રણ લોકોના મોત

ભરૂચના અંકલેશ્વર પાસે NH 48 મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે ચાલતી કાર ટ્રક પાછળ ધડાકાભેર અથડાઇ હતી. પરિવારના સાત પૈકી ત્રણના ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. 108 એમ્બ્યુલન્સ, ક્રેઇન અને ફાયર વિભાગની મદદથી રેસ્ક્યૂ કરી ઇજાગ્રસ્તો કાઢી સારવાર અર્થે ખેસેડાયા હતા. ઘટનાને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે કાર્યવાહી હાથ ધરી હતી.

થોડા દિવસ પહેલા રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો

સમગ્ર ઘટના એવી હતી કે રાજકોટથી અમદાવાદ આવતા આઈસર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર કૂદી બીજા વાહનો સાથે અથડાઈ ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.ગોજારો અકસ્માત (Accident) રાત્રે સર્જાતા હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માત (Accident) કરનાર આઈસર ડ્રાઈવર પેપર રોલ ભરીને જતો હોતો. આ આઈસર સીએનજી ટ્રક હોવાથી આગ લાગી ગઈ હતી. આ ઉપરાંત અન્ય બે આઈસર ટ્રકમાં ચોખા ભર્યા હતા.

 

Scroll to Top