Amreli News: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર (Patidar) સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે. આ મામલે પાયલ ગોટી (Payal Gotti) ના CCTV ફૂટેજ સામે આવ્યા છે.બોગસ લેટર કુરિયર કરવા ગઈ હોય તેવા CCTV ફૂટેજ પાયલ ગોટી (Payal Gotti) ના સામે આવ્યા છે. આ ફૂટે જ બાદ સમગ્ર અમરેલી (Amreli) પંથકમાં રાજકારણનો પારો ગરમ થઈ ગયો છે. આ ઘટનાને લઈ રોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે.
પાયલ બોગસ લેટર કુરિયર કરવા ગઈ હોય તેવો દાવો
અમરેલી (Amreli) લેટરકાંડમાં સૌવથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમરેલી બોગસ લેટરકાંડના પીડિતા પાયલ ગોટી (Payal Gotti) ના સનસનીખેજ મચાવી દે તેવા CCTV ફૂટેજ સામે આવ્યા છે.વાયરલ CCTV ફૂટેજમાં પાયલ ગોટી (Payal Gotti) લેટર કુરિયર કરવા ગઈ હોય તેવા દ્રશ્ય cctvમાં સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર પાયલ બેને (Payal Gotti) ખોટુ લેટર આરોપી મનીષભાઇના કહેવાથી કોમ્પ્યુટરમાં ટાઇપ કર્યો હતો.આ ખોટા લેટરની પ્રિન્ટ તાલુકા પંચાયત પ્રમુખ અમરેલી (Amreli) ના લેટરહેડ ઉપર પેજ સેટ કરીને પ્રિન્ટ કર્યો હતો. આ પ્રિન્ટ યુવતીએ પોતાના મોબાઈલમાં સ્કેનરની મદદથી પીડીએફ બનાવી હીત. ત્યારબાદ આ પીડીએફ મનીષ વઘાસીયાને મોકલવામાં આવી હતી. ખોટુ લેટરહેડ પ્રિન્ટ લિફાફાની ઉપર કમલમના નામ સરનામાનો ઉલ્લેખ કરેલો હતો.આ તમામ કુરીયરના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. આ ઉપરાંત મહત્વની વાત એ હતી કે, પાયલબેન (Payal Gotti) તથા મનીષભાઇના એકબીજાની વોટસઅપ ચેટ ડિલીટ કર્યા હોવાની માહિતી સામે આવી છે.