Jasprit Bumrah: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની સિડની ટેસ્ટના બીજા દિવસે જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) રમતની વચ્ચે મેદાન અને ડ્રેસિંગ રૂમમાં ચક્કર લગાવતો જોવા મળ્યો હતો. એક વખત બુમરાહ (Jasprit Bumrah) મેચની વચ્ચે કારમાં બેસીને સ્ટેડિયમની બહાર પણ ગયો હતો. સ્ટેડિયમમાં પાછો ફર્યો પણ મેચમાં બોલિંગ ન કરી. બુમરાહ (Jasprit Bumrah) ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર રહેશે કે કેમ તે અંગે સવાલો ઉઠવા લાગ્યા છે. આ પહેલા ઈંગ્લેન્ડની ટીમ ભારતમાં પાંચ મેચની ટી-20 સીરીઝ અને ત્રણ વનડે સીરીઝ રમવા જશે. મળતી માહિતી અનુસાર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) હાલમાં પીઠની ઈજાથી પીડાઈ રહ્યો છે.
જસપ્રીત બુમરાહ હાલમાં પીઠની ઈજાથી પીડાઈ રહ્યો છે
અટકળો ચાલી રહી છે કે, જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પોતાની ઈજાની સારવાર માટે ઓસ્ટ્રેલિયામાં સમય વિતાવી શકે છે. છેલ્લી વખત જ્યારે બુમરાહ (Jasprit Bumrah) ને પીઠની સર્જરી કરાવવી પડી ત્યારે તે ઓસ્ટ્રેલિયા ગયો હતો. જ્યાં તેણે નિષ્ણાતોની સલાહ લીધી હતી. આ વખતે પણ તે ત્યાં રહીને નિષ્ણાતો પાસેથી સારવાર કરાવી શકે છે.
દરેક ગ્રેડ માટે ફિટ થવાનો અલગ અલગ સમય
પીઠની ઇજાઓને ત્રણ ગ્રેડમાં વિભાજિત કરવામાં આવે છે. દરેક ગ્રેડ માટે ફિટ થવાનો અલગ અલગ સમય હોય છે. જો જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ને ગ્રેડ 1ની ઈજા છે તો તેને સાજા થવામાં 2-3 અઠવાડિયા લાગી શકે છે. જો તેને ગ્રેડ 2 ની ઈજા છે તો તેને સાજા થવામાં લગભગ 6 અઠવાડિયા લાગી શકે છે. જો તેને ગ્રેડ 3ની ઈજા છે, તો બુમરાહ (Jasprit Bumrah) ને સંપૂર્ણ રીતે ફિટ થવામાં ઓછામાં ઓછા 3 મહિનાનો સમય લાગી શકે છે.