Amreli News: પીડિતા યુવતીને ન્યાય અપાવા કોળી સમાજ આવ્યું મેદાન,લોકોને કરી અપીલ

Amreli News:  અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે. આ મામલે અત્યારસુધી પાટીદાર સમાજના આગેવાનો આવેદનપત્ર અને બાઈટ આપતા હતા. પરંતુ હવે દિકરીને ન્યાય અપાવા માટે કોળી સમાજ (koli samaj)  પણ મેદાને આવ્યા છે. કોળી સમાજ (koli samaj) માં ચાલતું વીર માંધાતા ગ્રુપ દ્વારા અમરેલી (Amreli) એસ.પીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનમાં ઉલ્લેખ કર્યો હતો કે આ કલંકિત ઘટના છે, ઇતિહાસમાં આવું ક્યારેય નથી બન્યું.

નારી શકિતની વાતો કરનારી સરકાર સામે દરેકે મેદાનમાં આવવુ જોઈએ

સમગ્ર ઘટનાને લઈ રાજુ સોલંકી (raju solanki) એ મિડીયા સમક્ષ કહ્યું પાયલ ગોટીનું અપમાન કર્યું તે ગુજરાતનું નહીં પરંતુ સમગ્ર દેશનું અપમાન થયું છે. આ કલંકિત ઘટના છે, આ પહેલા ઇતિહાસમાં આવું ક્યારેય નથી બન્યું. દેશીની કોઈપણ સમાજની દીકરી સાથે અન્યાય થાય ત્યારે મેદાનમાં આવવું જોઈએ.પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું અમરેલી (Amreli) માં ખુલ્લેઆમ દારૂના હાટડાઓ ચાલે છે.બૂટલેગરો બેફામ છે, ખનીજ માફીયાઓ ખુલ્લેઆમ ખનીજ ચોરી કરે છે.રાજકીય નેતાઓના સાંઠગાંઠથી ખુલ્લેઆમ ગેરકાયદેસર પ્રવુતિ ચાલી રહી છે. પોલીસે આવી પ્રવુતિ કરનારા તત્વોના વરઘોડાને સરઘસ નીકળવા જોઈએ. તથા તેને મેથીપાક ચખાડવો જોઈએ.તેમણે વધુમાં કહ્યું નારી શકિતની વાતો કરનારી સરકાર સામે દરેકે મેદાનમાં આવવુ જોઈએ.

નારણ કાછડીયાએ આ ઘટનાને સખ્ત શબ્દોમા વખોડી હતી.

અમરેલી (Amreli) માં લેટરકાંડ મુદ્દે અમરેલીના પૂર્વ સાંસદ નારાયણ કાછડીયાએ સમગ્ર ઘટનાને સખ્ત શબ્દોમા વખોડી હતી. તથા તેમને આ ઘટનાનો વિરોધ પણ કર્યો હતો.ગમે તે સમાજની દીકરી હોય તેની સામે આવી ઘટના ઘટે તો શરમથી માથુ જૂકી જાય છે.આ ઉપરાંત પોલીસે જેના ઈશારે કામ કર્યું તે ખુબ જ ખરાબ હતું. તેને વખોડવા માટે કોઈ શબ્દ નથી.એક નિર્દોષ દીકરીને પટ્ટા મારવા અને બજારમા સરઘસ કાઢવું યોગ્ય નથી.આવી ઘટનાને માફ કરવા લાયક નથી.વરઘોડો કાઢવામા આવે ત્યારે હર કોઈનુ માથું જુકી જાય તેવું કાર્ય અમરેલી પોલીસે કર્યું છે.તેમણે વધુમાં કહ્યું કે મારાં જાહેર જીવનના 30 વર્ષમા કયારેય આવી ઘટના બની નથી.ત્યારે રાજ્યના મુખ્યમંત્રી,ગૃહમંત્રી અને સી.આર.પાટીલને વિનંતી કરું છું કે, આ બનાવની તપાસ થવી જોઈએ.

 

Scroll to Top