Wether Update: પરેશ ગોસ્વામીની સૌવથી મોટી આગાહી, ફરી ઠંડીનો ચમકારો

Wether Update: છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ઠંડી (cold) નું પ્રમાણ વધ્યું છે. ત્યારે આગામી દિવસોને લઇ પરેશ ગોસ્વામી (Paresh Goswami) દ્વારા આગાહી કરવામાં આવી હતી. અમદાવાદમાં આજથી ઠંડીનું જોર વધશે. તાપમાન 12 ડિગ્રી થતાં એક અઠવાડિયા સુધી કોલ્ડવેવ (cold wave) ની આગાહી કરવામાં આવી છે. આગામી અઠવાડિયે શહેરનું તાપમાન 10 ડિગ્રીથી નીચે ગગડવાની સંભાવના છે. ગુજરાતમાં સૌથી ઓછું નલિયામાં 9 ડીગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે.

ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે

રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે અને ફરી ઠંડી (COLD) નો ચમકારો જોવા મળશે. બે દિવસ બાદ તાપમાનમાં સામાન્ય ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બને કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે. જો કે હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે જેના પગલે આગામી 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.આગામી બે દિવસ બાદ ફરી ઠંડી (cold) વધે તેવી શકયતા છે. જેમાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ઠંડી (cold) ના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે.

7થી 9 જાન્યુઆરીએ વરસાદ

આ સાથે સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 11 જાન્યુઆરી આસપાસ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ઉતર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર સાનુકૂળ હશે તો આ વેસ્ટન ડિસ્ટર્બન્સથી ઉતર ભારતથી ગુજરાત સુધી કમોસમી વરસાદ (rain) થવાની શક્યતા રહેશે. ભારતના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે. 7થી 9 જાન્યુઆરીના મુંબઈથી કર્ણાટક સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમા પવનો આવશે.

Scroll to Top