Chhattisgarh Naxal Attack: છત્તીસગઢના બીજાપુરમાં મોટો નક્સલી હુમલો, 8 જવાનો શહીદ

Chhattisgarh Naxal Attack: નવા વર્ષની શરૂઆતમાં જ છત્તીસગઢમાં નક્સલી (Naxal )  ઓએ મોટો બોમ્બ ધમાકો કર્યો છે. બીજાપુર જિલ્લામાં ઓચિંતો હુમલો કરીને નક્સલી (Naxal Attack) ઓએ સૈનિકોના વાહનને નિશાન બનાવ્યું હતું. જેમાં 8 જવાનો (Soldier) શહીદ થયા હતા. આ હુમલામાં વાહન ચાલકનું પણ મોત થયું હતું.

સૈનિકોનું વાહન લેન્ડમાઈનથી ઉડાવી

નક્સલવાદીઓએ નક્સલ (Naxal Attack) પ્રભાવિત કુત્રુથી બેદરે રોડ પર કરકેલી નજીક સૈનિકો (Soldier) થી ભરેલા પીકઅપ વાહનમાં બ્લાસ્ટ કર્યો હતો . ADG નક્સલ (Naxal ) ઓપરેશન્સ વિવેકાનંદ સિંહાએ પુષ્ટિ કરી છે કે આ હુમલામાં અત્યાર સુધીમાં 8 જવાનો શહીદ થયા છે. શહીદો (Soldier) ની સંખ્યા હજુ વધી શકે છે,જ્યારે કેટલાક જવાનો ઘાયલ પણ થયા છે. બસ્તર આઈજીના જણાવ્યા અનુસાર, હુમલામાં કુલ 9 લોકો માર્યા ગયા છે. જેમાં 8 ડીઆરજી સૈનિકો (Soldier) અને એક નાગરિક (પિકઅપ વાહનનો ડ્રાઈવર) સામેલ હતો.

8 જવાનો શહીદ થયા

પોલીસ અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, વાહનમાં 15થી વધુ સૈનિકો (Soldier) હતા જેઓ નક્સલ (Naxal ) વિરોધી અભિયાનમાંથી કેમ્પ તરફ પાછા ફરી રહ્યા હતા. નક્સલીઓએ પહેલા જ સૈનિકોને નિશાન બનાવવા માટે લેન્ડમાઈન ગોઢવ્યા હતા. જેના કારણે 8 જવાનો શહીદ થયા હતા. હાલ ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ અને સૈનિકો (Soldier) ની ટીમ મોકલવામાં આવી છે.દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરમાં સંયુક્ત ઓપરેશન બાદ સૈનિકો (Soldier) પરત ફરી રહ્યા હતા. બીજાપુરના કુત્રુ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામ અંબેલી નજીક અજાણ્યા માઓવાદી (Naxal )  ઓ દ્વારા સુરક્ષા દળોના વાહનને IED બ્લાસ્ટથી ઉડાવી દેવામાં આવ્યું હતું. જેમાં દંતેવાડા ડીઆરજીના 8 જવાનો શહીદ થયા હતા.

 

 

Scroll to Top