Porbandar: હેલિકોપ્ટર ક્રેશ પર પોરબંદરના SPનો સૌવથી મોટો ખુલાસો

Porbandar:ગઈ કાલે કોસ્ટગાર્ડના એર એન્કલવ ખાતે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં ત્રણ જવાનો શહીદ થયા હતા. રુટીન રાઉન્ડ બાદ હેલિકોપ્ટર લેન્ડ થતી વેળાએ ટેકનિકલ ખામી આવતા ક્રેશ થયુ હતુ. જેમાં ત્રણ જવાનો શહિદ થયા હતા તેમના મૃતદેહને પીએમ માટે પોરબંદર (Porbandar) ની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઇ ભારે ગમગીની છવાઇ ગઇ હતી.

ગઈકાલે બપોરે 12 વાગ્યા આસપાસ હલિકોપ્ટર ક્રેશ થયું

પોરબંદર (Porbandar) ના એસપી ભગીરથસિંહ જાડેજા મીડિયાને કહ્યું, પોરબંદર ખાતે કોસ્ટગાર્ડની હેડકવાર્ટર આવેલુ છે.અહીં એરપોર્ટ નજીક કોસ્ટગાર્ડનુ એર એન્કલીવ આવેલુ છે.ગઈકાલે બપોરના 12 વાગ્યા આસપાસ કોસ્ટગાર્ડનુ હેલિકોપ્ટર લેન્ડ થતુ હતુ તે દરમ્યાન તે એકાએક ક્રેસ થયુ હતું. જ્યારે આસપાસના વિસ્તારો સુધી સંભળાયો હતો હેલિકોપ્ટર ક્રેશ (Helicopter crash) થયા બાદ તેમા આગ લાગી હતી જેના કારણે પાયલોટ સહિતના ત્રણ જવાનો શહિદ થયા હતા. હેલિકોપ્ટર ક્રેશ થતાં એર એન્કલવ ખાતે રહેલા ફાયર બ્રિગેડ તથા પોરબંદર ફાયર બ્રિગેડ તાત્કાલીક દોડી ગયુ હતું. હેલિકોપ્ટર ક્રેશ થતા તેમા રહેલા સુધીરકુમાર યાદવ, મનોજકુમાર અને સૌરભ નામન ત્રણ જવાનો પણ શહિદ થયા હતા. જવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે લાવાવમાં આવ્યા હતા. જવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે લાવાવમાં આવ્યા હતા.

હલિકોપ્ટર ક્રેશ થવાના કારણે છેલ્લા 5 મહિનામાં 6 જવાનો શહીદ

આજથી પાંચ માસ પૂર્વે દરિયામાં બોટના ખલાસીના રેસ્કયુ કરતી વેળાએ હલિકોપ્ટર ક્રેશ (Helicopter crash) થવાની ઘટના બની હતી. તેમા પણ ત્રણ જવાનો શહિદ થયા હતા. જ્યારે ફરી હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં ત્રણ જવાનો શહિદ થયા છે. છેલ્લા પાંચ માસમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની બે ઘટનામાં 6 જવાનો શહીદ થયા છે.

 

 

Scroll to Top