Hardik Patel: કરસન પટેલના પાટણમાં આપેલા વિવાદિત નિવેદનના કારણે પાટીદાર (patidar) સમાજમાં રોષ ભરાયો છે. હવે પાટીદાર આંદોલનનો મુખ્ય ચેહરો હાર્દિક પટેલે (Hardik Patel) આ નિવેદન અંગે ચિંતા વ્યકત કરી હતી.કરસન પટેલે કહ્યું હતું કે, પાટીદર (patidar) આંદોલનથી કોઈ નક્કર પરીણામ મળ્યા નથી. તથા આંદોલન કરનાર આગેવાનોએ રાજકીય લાભ લીધો છે.આ આંદોલન માત્ર કોઈને પદ પરથી હટાવવા માટે હતું.
પાટીદર આંદોલનથી કોઈ નક્કર પરીણામ મળ્યા નથી
કરસન પટેલના સમગ્ર નિવેદન અંગે હાર્દિક પટેલે (Hardik Patel) કહ્યું પાટીદાર અનામત આંદોલનથી સમાજને શું મળ્યુંએ કરશનભાઈનેના ખબર હોય કેમ કે, એ કરોડપતિ છે.આ આંદોલન ગરીબ પાટીદાર (patidar) પરિવારો માટે હતું.આંદોલનના કારણે માત્ર પાટીદાર (patidar) સમાજ જ નહીં પરંતુ દરબાર, બ્રાહ્મણ, લુહાણા અને જેમને અનામતનો લાભ નહતો મળતો એવી 50 થી વધુ જ્ઞાતિને 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના મળી છે.બિન અનામત આયોગ અને નિગમ મળ્યું તેમજ આર્થિક નબળા પાટીદારો (patidar) ને 10% અનામત મળ્યું. છેલ્લા 4 વર્ષમાં હજારો યુવાનો આ યોજનાના કારણે મફતમાં ભણી રહ્યા છે અને નોકરીએ લાગી રહ્યા છે. કરશનભાઈ જેવા અનેક એવા આગેવાનો છે જે પાટીદાર (patidar) સમાજને કડવા-લેઉવામાં ભાગલા પાડી રહ્યા છે.આવા આગેવાનોને ઓળખવાની જરૂરી છે કેમ કે આ આગેવાનો સમાજની એકજૂટતા નથી જોઈ શકતા. સમાજ એક થાય તો આવા આગેવાનોનો મોભો દુભાઈ જાઈ છે.
કરશનભાઈ કરોડપતિ છે એને કઈ ખબર ન હોઈ
કરસન પટેલના આ નિવેદન બાદ સમગ્ર રાજ્યના પાટીદાર (patidar) સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. અનેક પાટીદાર અગ્રણીઓ આ મુદ્દે કરસન પટેલને ઘરે રહ્યા છે.હાર્દિક પટેલ (Hardik Patel), જ્યેશ પટેલ, બિપીન બાંભણીયા જેવા અનેક પાટીદાર (patidar) અગ્રણીઓએ આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે.હવે કરસન પટેલના આ નિવેદનોએ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે.