PMJAY : ખ્યાંતિકાંડ બાદ PMJAY યોજના માટે નવી SOP જાહેર કરીને નિયમોને કડક કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર (GUJRAT GOVERNMENTS) જનતાને સરળતા રહે તે માટે સુવિધામાં પણ વધારો કર્યો છે. આ યોજનાનો લાભ લેનાર દર્દિને મુશ્કેલી ન થાય તે માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઈન નંબરથી દર્દિના સગાને કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં મદદ મળી શકે છે.
ઋષિકેશ પટેલે X પર હેલ્પ લાઈન નંબ રજાહેર કર્યો
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે (RUSHIKESH PATEL) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતાં લખ્યું છે કે PMJAY-મા યોજના સાથે જોડાયેલી હોસ્પિટલમાં “આયુષ્માન કાર્ડ” હેઠળ આપવામાં આવતી સારવારમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો 92277 23005 વોટ્સએપ નંબર પર સંપર્ક કરીને અમને જણાવો. અમે તમારી મુશ્કેલીનું નિરાકરણ લાવીશું. PMJAY યોજનામાં ગુજરાત રાજ્યમાં અંદાજે 97 લાખ કુટુંબો અને 2.65 કરોડ લાભાર્થીઓ આ યોજનામાં જોડાઈને અંદાજિત 900થી વધુ ખાનગી તથા 1500થી વધુ સરકારી હૉસ્પિટલો ખાતે નિયમિત સારવાર મેળવી રહ્યા છે.
PMJAY યોજનામાં નવી SOP
ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ સરકારે PMJAY યોજના માટે નવી ગાઈડલાઈન બનાવી હતી. આ યોજનાનું મોનિટરિંગ કરવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU) તૈયાર કરવામાં આવ્યું છે. યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીના બનાવો અટકાવી શકાય તમેજ GMERS Medical Colleges માંથી અલગ ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું.SAFU ટીમના નિર્દેશ પ્રમાણે તેમના જિલ્લામાં એમપેન્લડ હૉસ્પિટલની મુલાકાત લઈ સારવાર સંબધિત પૂરતી ચકાસણી કરશે અને લાભાર્થીની કોઈ ફરિયાદ હશે તો તે સરકારને ધ્યાને આપશે.