Delhi Assembly Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બીજેપી (BJP) ની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. 29 ઉમેદવારોની આ યાદીમાં અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal) અને સીએમ આતિશી સામે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. પ્રવેશ સાહિબ સિંહ વર્માને નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી અને રમેશ બિધુડીને કાલકાજી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય AAP સામે બળવો કરીને ભાજપમાં સામેલ થયેલા કૈલાશ ગેહલોતને બિજવાસન બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
પક્ષ પલ્ટો કરનાર નેતાને મળી ટીકિટ
29 ઉમેદવારોની યાદીમાં ભાજપે (BJP) આદર્શ નગર બેઠક પરથી રાજ કુમાર ભાટિયા, બદલી બેઠક પરથી દીપક ચૌધરી, નવી દિલ્હી બેઠક પરથી પ્રવેશ વર્મા, કાલકાજી બેઠક પરથી રમેશ બિધુડી, બિજવાસન બેઠક પરથી કૈલાશ ગેહલોત, માલવિયા નગર બેઠક પરથી સતીષ ઉપાધ્યાયને ઉમેદવાર બનાવ્યા છે. ગાંધી નગર સીટથી અરવિંદર સિંહ લવલી, મંગોલપુરી સીટથી રાજકુમાર ચૌહાણ, રોહિણી સીટથી વિજેન્દ્ર ગુપ્તા, રાજૌરીની કરોલ બાગ સીટથી દુષ્યંત ગૌતમ. મનજિંદર સિંહ સિરસાને ગાર્ડન સીટથી અને આશિષ સૂદને જનકપુરી સીટથી ટિકિટ આપવામાં આવી છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બીજેપીની પ્રથમ યાદી જાહેર
પાર્ટી હાઈકમાન્ડે અન્ય પાર્ટીઓ સામે બળવો કરીને ભાજપ (BJP) માં જોડાયેલા નેતાઓને પણ તક આપી છે. જેમાં કરતાર સિંહ તંવર, રાજકુમાર ચૌહાણ, કૈલાશ ગેહલોત અને અરવિંદર સિંહ લવલીનો સમાવેશ થાય છે.ભાજપે 29 બેઠકો પર જે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમાં બે મહિલા છે. રેખા ગુપ્તાને શાલીમાર બાગ અને કુમારી રિંકુને સીમાપુરી SC સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.