સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 181 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના કારણે ભારતીય ટીમે પ્રથમ દાવમાં 4 રનની મામૂલી લીડ લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કરનાર બ્યૂ વેબસ્ટરે 57 રનની અડધી સદી ફટકારી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ભારત માટે પ્રથમ મેચ રમનાર પ્રસિદ્ધ કૃષ્ણાએ ખૂબ જ સારી બોલિંગ કરી હતી.
ભારતીય ટીમ પ્રથમ દાવમાં 185 રનમાં ઓલઆઉટ
સિડની ટેસ્ટમાં ભારતીય ટીમનો પ્રથમ દાવ 185 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં 9 રન બનાવી લીધા હતા. સાથે સાથે એક વિકેટ પણ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસની ચોથી ઓવરમાં કેપ્ટન જસપ્રિત બુમરાહે માત્ર 2 રન બનાવીને માર્નસ લાબુશેનને આઉટ કર્યો હતો. ઇનિંગની 12મી ઓવર આવી ત્યારે મોહમ્મદ સિરાજે સેમ કોન્સ્ટાસ અને ટ્રેવિસ હેડને એક જ ઓવરમાં આઉટ કર્યા હતા. કોન્સ્ટન્સે 23 રન બનાવ્યા હતા અને હેડ માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો.
બ્યૂ વેબસ્ટર ડેબ્યૂમાં ચમક્યો
ઓસ્ટ્રેલિયાએ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર મિશલ માર્શને શ્રેણીની અંતિમ મેચમાંથી બહાર કરી દીધો હતો. તેના સ્થાને ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર બ્યૂ વેબસ્ટરને ડેબ્યૂ કરવાની તક મળી હતી.બ્યૂ વેબસ્ટરે બોલિંગ કરતી વખતે એક વિકેટ પણ ઝટકી હતી.જ્યારે બેંટીગમાં 57 રનની મજબૂત ઈનિંગ રમ્યો હતો.જ્યારે ઓસ્ટ્રેલિયાના 4 બેટ્સમેન 39 રનના સ્કોર પર આઉટ થઈ ગયા હતા ત્યારે તે મુશ્કેલ પરિસ્થિતિમાં વેબસ્ટરે સ્ટીવ સ્મિથ સાથે મળીને 57 રનની મજબૂત અને મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.
જસપ્રિત બુમરાહ ઈજાગ્રસ્ત થયો
સિડની ટેસ્ટના પ્રથમ દાવમાં ભારત માટે શાનદાર બોલિંગ રહી હતી. જસપ્રિત બુમરાહે 2 વિકેટ ઝડપી હતી. પરંતુ બીજા દિવસે લંચ બાદ સંભવિત ઈજાને કારણે ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો હતો. તે ડ્રેસિંગ રૂમમાં ટ્રેનિંગ કિટમાં જોવા મળ્યો હતો. પ્રસિદ્ધ કૃષ્ણાએ 3, મોહમ્મદ સિરાજે પણ 3 વિકેટ ઝડપી હતી. તેની સાથે નીતિશ કુમાર રેડ્ડી પણ ચમક્યો હતો.કેપ્ટન પેટ કમિન્સ સિવાય મિચેલ સ્ટાર્કની વિકેટ પણ લીધી.