Republic Day: જો તમે દિલ્હીમાં રિપબ્લિક ડે (Republic Day) પરેડ અને બીટિંગ રિટ્રીટને લાઈવ દેખવા માંગતા હોવ તો, તો તેની ટિકિટ 2 જાન્યુઆરી, 2025થી ખરીદી શકાશે. 26 જાન્યુઆરી 2025ના રોજ પ્રજાસત્તાક દિવસની પરેડ (Republic Day) જોવા માટેની ટિકિટની કિંમત 20 અને 100 રૂપિયા નક્કી કરવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત એ છે, કે તમે ઘરે બેસીને તમારા મોબાઈલ દ્વારા તેની વેબસાઈટ પર જઈને તમારી ટિકિટ બુક કરાવી શકો છો.
ટિકિટની કિંમત 20 અને 100 રૂપિયા રાખવામાં આવી છે
ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરીએ ભારત (INDIA) ની રાજધાની નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર દર વર્ષે ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે. આ પરેડ ભારતની લશ્કરી શક્તિ, સાંસ્કૃતિક વારસો અને રાષ્ટ્રીય એકતાનું પ્રદર્શન કરાય છે. ભારતીય સેનાની વિવિધ શાખાઓ, પોલીસ દળો, શાળાના બાળકો અને સાંસ્કૃતિક ગ્રુપો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઝાંખી પણ આ પરેડમાં સમાવેશ થતો હોય છે.
https://aaamantran.mod.gov.in/login આ લીંક પર ઘરેબેઠા થઈ જશે
જો તમે એક જ દિવસે અને એક જ જગ્યાએ સમગ્ર દેશની અલગ-અલગ ઝાંખીઓ માણવા માંગતા હો, તો તમે કર્તવ્ય પથ પર આયોજિત આ પરેડ જોવા જઈ શકો છો. ટિકિટના ઓનલાઈન બુકિંગ માટે તમે સંરક્ષણ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. અથવા આ લિંક https://aaamantran.mod.gov.in/login પર જઈને ઘરેબેઠા મોબાઈલથી લોગીન કરી શકો છો. લિંક પર ક્લિક કર્યા બાદ નીચે આપેલા ગ્રીન વિકલ્પ પર ક્લિક કરો. ક્લિક કર્યા પછી તમારો મોબાઇલ નંબર અને બાજુ પર આપેલ કોડ એન્ટર કરો. પછી નીચે આપેલ OTP વિકલ્પ પર ક્લિક કરો અને તમે તમારા મોબાઇલ ફોનમાં આવેલા OTP ભરીને આગળની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
ઓફલાઈન ટિકિટ 2 થી 5 જાન્યુઆરી વચ્ચે ટિકિટ ખરીદી શકાશો
ઓફલાઈન મોડમાં પરેડ માટે ટિકિટ બુક કરાવવા માંગતા હોવ તો, સેના ભવનના ગેટ નંબર 2 પર 2 થી 5 જાન્યુઆરી વચ્ચે ટિકિટ ખરીદી શકાશો. પરેડની ટિકિટ શાસ્ત્રી ભવનના ગેટ નંબર 3, જંતર-મંતરના મુખ્ય દરવાજા પાસે, પ્રગતિ મેદાનના ગેટ નંબર 1 અને રાજીવ ચોકના ગેટ નંબર 7 અને 8 પરથી પણ ખરીદી શકાશો. ગણતંત્ર દિવસની ઉજવણી 2025 સંબંધિત અન્ય માહિતી જોવા માટે rashtraparv.mod.gov.in/ તમે આ વેબસાઇટ પર જોઈ શકો છો.