ind vs aus test: મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ખળભળાટ મચી ગયો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા (rohit sharma) તેમજ મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર સવાલો ઉઠી રહ્યા છે. ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં અત્યાર સુધી નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું છે. ટીમ ઈન્ડિયા (team india) ની શરૂઆત સારી રહી હતી. પણ હવે બધું બરાબર નથી ચાલી રહ્યું. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મુખ્ય કોચ ગંભીરની મુશ્કેલી વધી શકે તેમ છે.
ગૌતમ ગંભીર પાસે માત્ર 68 દિવસ ?
ગંભીર અને ટીમ ઈન્ડિયા (team india) ને લઈને અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે.સૂત્રો મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં ગંભીરને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. એક સૂત્રએ કહ્યું કે જો ટીમ ઈન્ડિયાના પ્રદર્શનમાં સુધારો નહીં થાય તો તેની સ્થિતિ જોખમમાં આવી જશે. આનો સ્પષ્ટ અર્થ છે કે ઓસ્ટ્રેલિયા (Australia) પ્રવાસની છેલ્લી ટેસ્ટ મેચ ટીમ ઈન્ડિયા અને ગંભીર માટે મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહી છે.
રોહિતનું ફોર્મ ખરાબ
કેપ્ટન રોહિત માટે ઓસ્ટ્રેલિયા (Australia) નો પ્રવાસ સારો રહ્યો ન હતો. આ પહેલા તે ન્યુઝીલેન્ડ સામે પણ ફ્લોપ રહ્યો હતો. રોહિત ન્યૂઝીલેન્ડ સામે બેંગ્લોર ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 2 રન બનાવીને આઉટ થયો હતો. તેણે બીજી ઇનિંગમાં 52 રન બનાવ્યા હતા. પરંતુ આ પછી પુણે અને મુંબઈ ટેસ્ટમાં કંઈ ખાસ કરી શક્યા નથી. હવે તે ઓસ્ટ્રેલિયા (Australia) સામે એડિલેડમાં 3 અને 6 રન બનાવીને આઉટ થયો હતો. બ્રિસ્બેનમાં 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.