Amreli News: પાટીદાર યુવતીને જામીન મળતા દિનેશ બાંભણીયાએ શું કહ્યું?

Amreli News:  અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli ) શહેરના મુખ્ય સસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે. આ લેટર કાંડમાં પાટીદાર (patidar) યુવતિને ન્યાય આપવા માટે અમરેલી (Amreli ) માં ખોડલધામ સમિતિની બેઠક મળી હતી. પાટીદાર (patidar) સમાજના રાજ્યભરના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક નરેશ પટેલની આગેવાનીમાં યોજાઈ હતી. જેમાં આ બેઠકનું સંચાલન દિનેશ બાંમભણીયા અને મનોજ પનારાની આગેવાનીમાં બેઠક થઈ હતી. દિકરીને જામીન મળતા દિનેશ બાંભણીયા (Dinesh Bambhania) એ સૌવથી પહેલી મીડિયાને પ્રતિક્રિયા આપી હતી. જ્યારે પાટીદાર (patidar) દિકરીને ન્યાય મળતા સમગ્ર ગુજરાતે હાશકારો અનુભવ્યો હતો.

સમગ્ર ગુજરાતમાં ઓહાપો મચી ગયો
નામદાર કોર્ટ માંથી જામીન મળતા ખોડલધામના દિનેશ બાંભણીયા (Dinesh Bambhania) ની સૌવથી મોટી પ્રતિક્રિયા સામે આવી છે. દીકરી સાથે અન્યાય થયો તેના કારણે સમગ્ર ગુજરાતમાં ઓહાપો મચી ગયો હતો. આ દિકરીને બહાર લાવવા માટે દરેક સમાજના સંગઠનો, ખોલડધામ સાથે તમામ સંસ્થાઓએ, ઉમિયાધામે પણ સહકાર આપ્યો છે. તેમણે વઘુમાં કહ્યું કે અન્ય કોઈ દીકરીઓને અન્યાય ન થાય અને દીકરીને ન્યાય મળે તે માટે સમાજ પ્રયત્નશીલ રહેશે. દીકરી સાથે કેટલી વેદના માંથી પસાર થઈ છે કે એમની સાથે બીજા કોઈ અણબનાવ બન્યા છે, તો દીકરીના નિવેદન પછી સંસ્થાને સમાજ પરિવારની સાથે રહેશે. આ ઉપરાંત આવી અન્ય કોઈ દીકરીઓને અન્યાય ન થાય તે અંગે રાજકીય નેતાઓ અને પોલીસ ધ્યાન રાખવું જોઈએ.

Scroll to Top