Amreli News: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજની અપરણીત દીકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમાં મોટો વિવાદ થયો છે. આ લેટર કાંડ મુદ્દે પાટીદાર સમાજના વિવિધ અગ્રણીએ સખત નારજગી વ્યકત કરી હતી.આ સમગ્ર વિવાદે પરેશ ધાનાણી (Paresh Dhanani) મેદાને આવ્યા છે. તેમને x પર પોસ્ટ કરતા ભાજપને આડે હાથ લીધા હતા.
પરેશ ધાનાણીએ શાયરી અંદાજમાં ટીવીટ કરી લખ્યું
લાજ લેનારા સામે લડીશુ.
કૌરવ કુળના અહંકારી લોકોએ
અમરેલીની ભરબજારમાં.,
એક કુંવારી કન્યાનો ‘જાહેરમા વરઘોડો’
કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ
પહોંચાડી છે.
સમાજ ક્યારેય માફ નહી કરે..!
અમરેલીમાં પાટીદાર સમાજના આગેવાનોએ બેઠક કરી
અમરેલી (Amreli) માં સમગ્ર પાટીદાર સમાજના આગેવાન આવ્યા છે. આ બેઠક પાટીદાર સમાજના અગ્રણી કરી રહ્યા છે. આ બેઢકનું સંચાલન નરેશ પટેલ કરી રહ્યા છે.હવે આ બેઠકમાં કૌશિક વેકરીયા અને ભરત સુતરીયા બેઠકમાં હાજર રહ્યા છે. આ બેઠકમાં દીકરીને જેલ માંથી આજે ને આજે દીકરી છુટે તે અંગે કામ કરવામાં આવશે.પાટીદાર સમાજની લીગલ ટીમ પોલીસને પણ રજૂઆત કરશે.ભાજપ ,આપ અને કોગ્રેસ તમામ પાર્ટીના પાટીદાર નેતા પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અલ્પેશ કથીરીયા,ગોપાલ ઈટાળીયા, મનોજ પનારા, નરેશ પટેલ,કૌશિક વેકરીયા ,ભરત સુતરીયા સહિત અનેક પાટીદાર આગેવાન હાજર રહ્યા હતા.