Sanjay Raut: રાજ્યસભાના સાંસદ અને ઉદ્ધવ શિવસેનાના નેતા સંજય રાઉત (Sanjay Raut) તેમના નિવેદનોને કારણે સતત સમાચારમાં રહેતા હોય છે. તેમણે દાવો કર્યો હતો કે 2026માં કેન્દ્રમાં મોદી સરકાર (Modi Government) પડી જાશે.મોદી તેમનો કાર્યકાળ પૂરો નહીં કરે શકે. કેન્દ્ર સરકાર અસ્થિર બની જશે. તેમણે કહ્યું કે તેની અસર મહારાષ્ટ્ર પર પણ પડશે.એકનાથ શિંદે પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તેઓ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની રણનીતિ પ્રમાણે કામ કરેશે.
સંજય રાઉતના નિવેદનથી ખળભળાટ મચી ગયો
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 132 બેઠકો જીતી છે.જ્યારે શિવસેનાએ 57 બેઠકો અને એનસીપીએ 41 બેઠકો જીતી છે. આ ત્રણેય પક્ષોએ મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે. જો સંજય રાઉત (Sanjay Raut) નો દાવો સાચો સાબિત થશે તો મહારાષ્ટ્રમાં પણ ભાજપ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. રાઉતે (Sanjay Raut) દાવો કર્યો હતો કે કેન્દ્ર અસ્થિર થયા બાદ મહારાષ્ટ્રને પણ અસર થશે.
2026માં કેન્દ્રમાં મોદી સરકાર નહીં રહે
બિહારમાં આરજેડી ચીફ લાલુ યાદવે કહ્યું કે નીતિશ માટે સરકાર બનાવવાના દરવાજા ખુલ્લા રહેશે. લાલુએ વધુમાં કહ્યું નીતિશ કુમાર સાથે આવી મળીને કામ કરવું જોઈએ. નીતિશ કુમાર સાથ છોડીને ભાગી જાઈ છે. છતા પણ માફ કરવા તૈયાર છીએ. લાલુના નિવેદન પહેલા પણ નીતિશને લઈને અનેક પ્રકારના નિવેદનો સામે આવ્યા હતા. પરંતુ બિહારના રાજકારણમાં કંઈક રંધાઈ રહ્યું હોઈ તેવું લાગે છે.