Junagadh: જૂનાગઢના ભવનાથમાં ગિરનાર પર્વત પર બિરાજમાન માતા અંબાજી મંદિરના મહંત તનસુખગીરીના નિધન બાદ મંદિરના મહંત પદ માટે મહંત હરિગીરીજી અને મહંત મહેશગીરી (maheshgiri) તેમજ બ્રહ્મલીન મહંતના પરિવાર વચ્ચે હાલમાં વિવાદ ચાલી રહ્યો છે, જે વિવાદના ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પડઘા પડતા સરકારે કલેકટરને પૂરતી યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. હાલ ગિરનાર અંબાજી મંદિર, ભીડભંજન મંદિર અને ગુરુ દત્તાત્રેય મંદિરમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે.
કલેક્ટરે ત્રણેય મંદિરમાં વહીવટદારની નિમણૂંક કરી
જૂનાગઢ (Junagadh) માં ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ચાદર વિધિ સહિતના મુદ્દે અનેક વિવાદો શરૂ થયા છે. આ વિવાદોના કેન્દ્રમાં જેમનું નામ ચર્ચાઈ રહ્યું છે તે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગિરી (maheshgiri) વિરુદ્ધ વધુ એક પુરાવા સાથેની માહિતી પ્રાપ્ત થઈ છે જે અનુસાર ભૂતનાથ મહાદેવ મંદિરના મહંતની ગાદી પર પણ મહેશગિરી ખોટી રીતે બેસી ગયા છે. પહેલા શાંતિગિરીજી ગુરુ સોમગિરીજી હતા. વસંતગિરીના બ્રહ્મલીન થતાની સાથે જ મહેશગિરી (maheshgiri) ભૂતનાથ મહાદેવ મંદિરના મહંતની ગાદીએ ગેરકાયદે બિરાજી ગયા હોવાના કેટલાંકી માહિતી સામે આવી હતી.
મહેશગીરી અને હરિગીરીજી વચ્ચે આંતરિક વિખવાદ સામે આવ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર ભૂતનાથ મહાદેવ મંદિરના તત્કાલીન મહંત વસંતિગરીની તબિયત લથડતા તેઓને જૂનાગઢ (Junagadh) માં આવેલી ડો. ચીખલીયાની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.વસંતગિરીની સ્થિતિ જોઈ મહેશિંગરી (maheshgiri) ના મનમાં ભૂતનાથ જન્મ્યાં હતા. તેથી તેઓએ હોસ્પિટલમાં સારવાર લઈ મહાદેવ મંદિરના મહંતની ગાદી પર બિરાજવાના કોડ રહેલા વસંતગિરીના શિષ્ય તરીકે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત તરીકે તેઓ બિરાજશે એવા લખાણ પર અંગૂઠા લઈ લીધા અને પોતાને ભૂતનાથ મંદિરના આગામી મહંત તરીકે જાહેર કરી દીધાં હતા. હવે હોસ્પિટલમાંથી પરત આવેલા વસંતગિરીને મહેશિંગરી (maheshgiri) ની ચાલ સમજાઈ ગઈ હતી તેથી તેઓએ તાત્કાલિક પોતાનું વસિયતનામું બનાવ્યું એટલું જ નહીં પરંતુ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત તરીકે તેમની બાદ તેમના શિષ્ય તરીકે શિવગિરીની ચાદર વિધિ પણ કરી નાખી.