Amreli News: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજની અપરણીત દીકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમાં મોટો વિવાદ થયો છે. ભાજપના નેતા ડો. ભરત કાનાબારે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. આ લેટર કાંડ મુદ્દે પાટીદાર સમાજના વિવિધ અગ્રણીએ સખત નારજગી વ્યકત કરી હતી. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત પાટીદાર સમાજના અગ્રણીઓએ સખત વિરોધ કર્યો હતો. આ સમગ્ર મામલે ભાજપના નેતા ડો.ભરત કાનાબારે (Bharat kanabar) પોલીસ તંત્રની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા હતા.
ડો. ભરત કાનાબારે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા રાજકીય ખળભળાટ
ડો ભરત કાનાબારે (Bharat kanabar) પોલીસ તંત્રની કાર્યવાહી સામે સવાલ ઉઠાવતા કહ્યું પત્રકાંડમાં દીકરીનો રોલ જોબ વર્કનો ભાગ છે તેનો કોઈ રોલ નથી. આ દીકરી કોઈ પોલિટિકલ વ્યક્તિ પણ નથી. રિકંસ્ટેકશન તરીકે દીકરી પર અતિરેક કરવામાં આવ્યો છે . પોલીસે જે સક્રિયતા પત્રકાંડમાં બતાવી તેવી સક્રિયતા દારૂ અને રેતી ચોરીમાં દેખાડવી જોઈએ.અમરેલી જીલ્લાના નવા એસ.પીને વિનંતી છે કે દારૂને રેતી ચોરી સામે સક્રિયતા બતાવે તેવી મારી વિનંતી સાથેનો આગ્રહ છે. હવે જ્યારે ભાજપના નેતા ડો. ભરત કાનાબારે (Bharat kanabar) પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.
કોઈ પણ દીકરી કે સ્ત્રી પર ખોટા અન્યાય સહન નહીં થવા દઈએ: જૈની ઠુમ્મર
પત્રકાંડ બાબતે તમે બધાને પકડી બતાવ્યા સરઘસ કઢાવ્યા પણ હત્યારાઓ, લૂંટારાઓ, ડ્રગ્સ અને દારૂ વેચનારાઓને નથી પકડાવી શકતા તેણે અમરેલીના નાયક અને નાથ બનવું ના જોઈએ. અમરેલી માંથી ભાજપને 5 ધારાસભ્ય અને ત્રણ ટર્મથી સાંસદ આપ્યા છે. પરંતુ આ દીકરી માટે કોઈ સામે આવતા નથી.અમરેલીમાં કોઈ પણ દીકરી કે સ્ત્રી પર ખોટા અન્યાય સહન નહીં થવા દઈએ.