Amreli News: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજની અપરણીત દીકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમાં મોટો વિવાદ થયો છે. આ લેટર કાંડ મુદ્દે પાટીદાર સમાજના વિવિધ અગ્રણીએ સખત નારજગી વ્યકત કરી હતી. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત પાટીદાર સમાજના અગ્રણીઓએ સખત વિરોધ કર્યો હતો. આ સમગ્ર મામલે જેની ઠુમ્મરે પોલીસ અને નાયબ દંડક કૌશિક વેકરીયા પર આક્ષેપ કર્યા હતા.
સરઘસ કાઢીને પ્રજાને મેસેજ આપો છો તે નિંદનીય
પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેની ઠુમ્મરે લેટર કાંડ મુદ્દે કહ્યું નકલી પત્રના આરોપીને પકડી પાડ્યા તો ડ્રગ્સ જિલ્લામાં કોણ લાવે તેને ખુલ્લા પાડી જ શકો છો. દીકરીને સાથે રાખી એસ.પી ખુલ્લા મોઢે પ્રેસ કોન્ફરન્સ કરે તે કેટલું યોગ્ય કહેવાય. કુવારી દીકરીને ખોટી રીતે ગુન્હેગાર બનાવી રાત્રે 12:00 કલાકે આ દીકરીને ઘરેથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો તે યોગ્ય નથી. તેમણે વધુમાં કહ્યું કે અમરેલી (amreli) ખાતે હું બધાને વિનંતી કરું છું કે દીકરીના જામીન ન થાય અને ઘરેનો પહોંચે ત્યાં સુધી કોઈ પણ પ્રકારે રાજકીય રંગ ન આપો. દુશ્મન પણ ઉંમરલાયક દીકરીને માફ કરી દેતા હોય છે.પરંતુ આજના મોટા ગજાના આગેવાનો દીકરીના સરઘસ કઢાવે તે નેતા તરીકે નામોશી કહેવાય છે.
કોઈ પણ દીકરી કે સ્ત્રી પર ખોટા અન્યાય સહન નહીં થવા દઈએ
પત્રકાંડ બાબતે તમે બધાને પકડી બતાવ્યા સરઘસ કઢાવ્યા પણ હત્યારાઓ, લૂંટારાઓ, ડ્રગ્સ અને દારૂ વેચનારાઓને નથી પકડાવી શકતા તેણે અમરેલીના નાયક અને નાથ બનવું ના જોઈએ. અમરેલી માંથી ભાજપને 5 ધારાસભ્ય અને ત્રણ ટર્મથી સાંસદ આપ્યા છે. પરંતુ આ દીકરી માટે કોઈ સામે આવતા નથી.અમરેલી (amreli) માં કોઈ પણ દીકરી કે સ્ત્રી પર ખોટા અન્યાય સહન નહીં થવા દઈએ.
ગુજરાતમાં કાનૂન વ્યવસ્થા ખાડે ગઈ
સમગ્ર વિવાદને લઈ આપ નેતા ગોપાલ ઈટાળિયાએ ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું અમરેલી પોલીસે આઠ પાસ ઠોઠ ભાજપના એજન્ટ બનીને ગરીબ દીકરીનું સરઘસ કાઢી નરાધમોને છાજે તેવું હલકું કામ કર્યું છે.અમરેલીમાં ભાજપ પક્ષના બે જુથ વચ્ચેની લડાઈમાં હર્ષ સંઘવી દ્વારા પોલીસને હાથો બનાવી પાટીદાર સમાજની નિર્દોષ અપરણીત ગરીબ દીકરીનું જાહેરમાં સરઘસ કાઢી તેને બદનામ કરવામી આવી હતી. આમ આદમી પાર્ટી આવી ઘટનાનો સખત વિરોધ કરે છે.