Gujrat Government: બનાસકાંઠા જિલ્લાના વિભાજનથી નવા જિલ્લાને મંજૂરી, ગેનીબેન ખુશ ખુશાલ,ગુલાબ સિંહે શું કહ્યું…….

  • બનાસકાંઠા સહિત વાવ-થરાદ નવો જિલ્લો બનશે
  • વાવ થરાદજિલ્લામાં 8 તાલુકાનો સમાવેશ
  • બનાસકાંઠા જિલ્લામાં 6 તાલુકા રહેશે

Gujrat Government: ગુજરાતમાં વધુ એક જિલ્લો બનવા જઈ રહ્યો છે.આ જિલ્લોને ગુજરાત સરકારે (Gujrat Government) મંજૂરી આપી દિઘી છે. મળતી માહિતી અનુસાર આજ સાંજ સુધીમાં સત્તાવર નામને લઈ જાહેરાત થઈ શકે છે. 2025ની રાજ્ય સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં બનાસકાંઠા (Banaskantha) જિલ્લાને બે ભાગમાં વહેંચવાનો નિર્ણય લીધો છે. જ્યારે આ વિભાજનની સત્તાવર જાહેરાત મુખ્યમંત્રી કરી શકે છે. આ ઉપરાંત નવા જિલ્લામાં પાટણ જિલ્લાના કોઈ પણ ભાગનો સમાવેશ કરવામાં આવશે નહીં.

બનાસકાંઠા સહિત વાવ-થરાદ નવો જિલ્લો બનશે

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે સાંજે નોટિફિકેશન બહાર પડતા રાજ્યમાં 34મો જિલ્લો અસ્તિત્વમાં આવશે.બનાસકાંઠા સહિત વાવ-થરાદ નવો જિલ્લો બનવાની સંભાવના રહેલી છે. જેમાં વાવ થરાદ જીલ્લામાં 8 તાલુકાનો સમાવેશ કરવામાં આવશે.જ્યારે બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં 6 તાલુકા હોવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આ ઉપરાંત કેબિનેટની બેઠકમાં 9 મનપાને પણ આજે અપાઇ સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં 17 મહાનગર પાલિકા સાથે 34 જીલ્લાઓ હશે.

બનાસકાંઠાને જિલ્લાને બે ભાગમાં વહેંચવાની વર્ષો જૂની માંગ હતી

બનાસકાંઠા (Banaskantha) ના સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો.ગેનીબેને વધુમાં કહ્યું કે વો જિલ્લો અસ્તિત્વમાં આવે તે આવકારદાયક છે. બનાસકાંઠા (Banaskantha) ને જિલ્લાને બે ભાગમાં વહેંચવાની વર્ષો જૂની માંગ હતી. કોંગ્રેસ નેતા ગુલાબસિંહે કહ્યું હતું કે સરહદી વિસ્તારના ગામોને કામ માટે દૂર દૂર ધક્કા થતા હતા.આ ઉપરાંત થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબ સિંહ રાજપુતે સરકારના નિર્ણયને વધાવ્યો હતો.થરાદને હેડ ક્વાર્ટર બનાવવામાં આવે તેવી ગુલાબસિંહે માંગ કરી છે.કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કહ્યું હતુ કે જિલ્લાની સાથોસાથ તાલુકાનું વિભાજન કરવાની જરૂર છે. કાંકરેજમાં 98 ગામ વચ્ચે માત્ર એક જ તાલુકા મથક છે.

 

 

Scroll to Top