Amreli News: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજની અપરણીત દીકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમાં મોટો વિવાદ થયો છે. આ લેટર કાંડ મુદ્દે પાટીદાર સમાજના વિવિધ અગ્રણીએ સખત નારજગી વ્યકત કરી હતી. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત પાટીદાર સમાજના અગ્રણી લાલજી પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી સરઘસ કાઢાનાર જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી કરી દિકરીને ન્યાય આપવા માંગ કરી હતી.
ગુજરાતમાં કાનૂન વ્યવસ્થા ખાડે ગઈ
સમગ્ર વિવાદને લઈ આપ નેતા ગોપાલ ઈટાળિયા (Gopal italiya) એ ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું અમરેલી પોલીસે આઠ પાસ ઠોઠ ભાજપના એજન્ટ બનીને ગરીબ દીકરીનું સરઘસ કાઢી નરાધમોને છાજે તેવું હલકું કામ કર્યું છે.અમરેલીમાં ભાજપ પક્ષના બે જુથ વચ્ચેની લડાઈમાં હર્ષ સંઘવી દ્વારા પોલીસને હાથો બનાવી પાટીદાર સમાજની નિર્દોષ અપરણીત ગરીબ દીકરીનું જાહેરમાં સરઘસ કાઢી તેને બદનામ કરવામી આવી હતી. આમ આદમી પાર્ટી આવી ઘટનાનો સખત વિરોધ કરે છે.
લાલજી પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી કરી આ માંગ
લાલજી પટેલે લેટર કાંડ મુદ્દે ભુપેન્દ્ર પટેલ (Bhupendr patel) ને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો કે અમરેલી જિલ્લામાં સ્થાનિક લેવલે રાજકીય બાબતે અંદરો અંદર ડખાના કારણે સમાજની એક દીકરી ઓપરેટર તરીકે ફરજ બજાવતી હતી, જેઓ પોતાના માલિકના કહેવા પ્રમાણે ટાઈપ કરતી હતી. આ દિકરીનું કોઈને બદનામ કરવાનું ઈરાદો ન હતો. પરંતુ માલિકના કહેવા પ્રમાણે ટાઈપ કરી આપ્યું હતું.આ કુવારી દીકરીને ખોટીરીતે ગુન્હેગાર બનાવી રાત્રે 12:00 કલાકે આ દીકરીને ઘરેથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો.બંધારણીય જોગવાઈ અને કોર્ટના નિયમો મુજબ એક મહિલા ગુન્હેગાર હોય તો પણ તેમનું સરઘસ અને ફોટા પણ વાયરલ ન કરવા અને રાત્રિના સમયે તેની ધરપકડના કરવી તે બંધારણીય જોગવાઈ છે. તથી મુખ્યમંત્રી આ તપાસ કરી દીકરીનું સરઘસ કઢાવનાર અધિકારી સામે કડક તપાસ કરી પગલા ભરવા વિનંતી.