Gujarat: કડીમાં બની વિચિત્ર ઘટના, કચરાગાડી બની શબવાહિની, કોંગ્રેસ કર્યા ગંભીર આક્ષેપ

Gujarat: ગુજરાતમાં વિચીત્ર ઘટના સામે આવી છે. કડીના બાવલું પોલીસ સ્ટેશન હદમાં આવેલ નર્મદા કેનાલમાંથી મળી આવેલા મૃતદેહને કચરા ગાડીમાં લાવવામાં આવતા હોબાળો મચી ગયો છે.નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે માનવતાને શર્મશાર કરતી ઘટના બની છે. સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી પ્રથમ વાર ઘટના બની છે. જેમાં મૃતકના મૃતદેહને કચરાના ડબ્બામાં લઈને આવવામાં આવે છે.

કડીમાં કચરાગાડી બની શબવાહિની

સમગ્ર ઘટનાને લઈ કોંગ્રેસ પ્રર્વકતા હેમાંગ રાવળે કહ્યું માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે.મૃતકના મૃતદેહને નગરપાલિકા પ્રશાસન દ્વારા કચરાના ડબ્બામાં લાવવામાં આવી હતી. નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે દેશનો નાગરિક મૃત્યુ પામ્યો હોય અને કચરાના ડબ્બામાં મૃતદેહને લવાયો હોય તેવી આ સૌપ્રથમ ઘટના જોવા મળી છે.એક તરફ ગુજરાત સરકાર આરોગ્ય બાબતે મોટી મોટી ડીંડકો મારે છે.108 એમ્બ્યુલન્સની વ્યવસ્થા સમગ્ર ગુજરાતમાં છે તેવી ડંફાસોનો હવે કડી નગરપાલિકામાં બનેલી આ ઘટનાથી અંત આવી ગયો છે.

નગરપાલિકાના ચૂંટાયેલા પ્રમુખને ગુજરાત સરકારે સસ્પેન્ડ કરવા જોઈએ

આ બાબતે સ્થાનિકોએ ચીફ ઓફિસરને રજૂઆત કરતા તેઓ એ જણાવ્યું હતું કે, સારું હવે પછી કચરાના ડબ્બામાં મૃતદેહને નહીં લાવવામાં આવે. આમ કરીને તુમાખીભર્યા જવાબો આપીને દેશના નાગરિકના મોતનો મલાજો પણ સચવાયો નહીં તે અત્યંત ગંભીર બાબત છે. કડી નગરપાલિકાને કરોડોની ગ્રાન્ટ મળે છે પરંતુ મૃતકોને લાવવા માટે શબવાહિનીની પણ વ્યવસ્થા ન કરી શક્યા. નગરપાલિકાના ચૂંટાયેલા પ્રમુખને અને તેની કારોબારીને તાત્કાલિક રીતે ગુજરાત સરકારે સસ્પેન્ડ કરવા જોઈએ.

Scroll to Top