Rohit Sharma Retirement: ભારતીય ટીમનો વર્તમાન કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT 2024-25) બાદ નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ સિરીઝ બાદ રોહિત (Rohit Sharma) પોતાના કરિયરને લઈને મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે તેમની કેપ્ટનશિપમાં ભારત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવામાં આ સફળ રહી છે.જ્યારે રોહિત શર્મા (Rohit Sharma) નું કોઈ ખાસ પ્રદર્શન જોવા મળતું નથી. તેમણે ઓસ્ટ્રેલિયા સામેની 5 ઇનિંગ્સમાં માત્ર 31 રન બનાવ્યા હતા.
રોહિત સિડની ટેસ્ટ પછી નિવૃત્તિ જાહેર કરશે
મીડિયા રીપોર્ટ અનુસાર BCCIના ટોપના અધિકારીઓ અને પસંદગીકારોએ રોહિત (Rohit Sharma) સાથે નિવર્તી અંગે વાત કરી હતી.પરંતુ રોહિત શર્મા (Rohit Sharma) એ હજી સુધી આ અંગે નિર્ણય લીધો નથી.પરંતુ રિપોર્ટ અનુસાર, રોહિત સિડની ટેસ્ટ પછી તેની ટેસ્ટ કારકિર્દીમાં નિવર્તી જાહેર કરી શકે છે. જો ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ છે તો કેપ્ટન તરીકે યથાવત રાખવામાં આવી શકે છે. મૉલબોર્ન ટેસ્ટની હાર બાદ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ કહ્યું હતું કે આ હારથી ચોક્કસપણે દુખી છે. આ સિરિઝમાં બુમરાહે 30 વિકેટ લીધી છે. તો બીજી તરફ રોહિત શર્મા (Rohit Sharma) એ માત્ર 31 રન બનાવ્યા છે.
બૉક્સિંગ ડે ટેસ્ટમાં ભારતની કરારી હાર
મેલબૉર્નમાં બૉક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 184 રનથી હરાવ્યું છે. જીતવા માટેના 340 રનની જરૂર હતી.પંરતુ ભારત માત્ર બીજા દાવમાં 155 રનમાં ઓલઆઈટ થઈ ગઈ હતી. મહત્વની વાત એ હતી કે ટીમ ઈન્ડિયા ત્રણ સેશન પણ રમી શકી નહીં. ટીમ ઈન્ડિયા 13 વર્ષ બાદ મેલબૉર્નમાં ટીમ ઈન્ડિયાની હાર થઈ હતી.આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટ બાદ પાંચ મેચની સીરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. હવે પાંચમી અને છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.