Bjp Gujarat: ગુજરાતમાં અગામી સમયમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષથી લઈ તમામ હોદ્દામાં પરિવર્તન આવવાના છે.ટૂંક સમયમાં ભાજપ (BJP) ના નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થવાની છે. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનવા માટે ભાજપ (BJP) ના દિગ્ગજ નેતાઓ લોબિંગ કરી રહ્યા છે. આ સાથે વિવિધ સમુદાયના લોકો પણ પ્રદેશ અધ્યક્ષ બનવા જોર લગાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે લોકોસભા પહેલા સી આર પાટીલ (CR.PATIL) નો કાર્યકાળ પૂરૂ થઈ ગયો હતો. પરંતુ તેમનો કાર્યકાળ લંબાવામાં આવ્યો હતો. હાલ સીઆર પાટીલ કેન્દ્રમાં જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી છે.
માલધારી સમાજના વ્યક્તિને જવાબદારી મળવી જોઇએ
ભારતીય જનતા પાર્ટી (BJP) માં આવનાર સમયમાં ગુજરાત પ્રદેશનું જે સંગઠન બનવા જઈ રહ્યું છે. તેમાં માલધારી સમાજના વ્યકિતને ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે જવાબદારી મળવી જોઈએ તેવા પોસ્ટર વાઈરલ થયા છે.આ પોસ્ટરમાં ઉલ્લેખ કર્યો છે કે ભૂતકાળમાં આ જવાબદારી દરેક સમાજના લોકો નિભાવી ચૂક્યા છે. તથા અત્યાર સુધી માલધારી સમાજનો કોઈ વ્યક્તિને પ્રદેશનો મહામંત્રી ભાજપ (BJP) દ્વારા બનાવેલ નથી. જેથી અમારી માંગ છે કે નવા ગુજરાત પ્રદેશના સંગઠનમાં માલધારી સમાજના વ્યક્તિને જવાબદારી મળવી જોઇએ.
સૂત્રો મુજબ ફેબ્રુઆરી મહીનામાં ગુજરાતને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે
માલધારી સમાજ દ્રારા આ માંગ સાથે પ્રદેશ સંગઠનમાં નવો વળાંક આવ્યો છે. હાલ તો આ સમાજ દ્રારા માંગણી કરી છે. પરંતુ આવનારા સમયમાં અન્ય સમાજના લોકો પણ પોતાની વિવિધ માંગણી કરી શકે તેવી સંભાવના રહેલી છે. સૂત્રો મુજબ ફેબ્રુઆરી મહીનામાં નવા પ્રદેશ અધ્યક્ષ સાથે સમગ્ર માળખામાં પરિવર્તન આવવાનું છે. ત્યારે જોવાનું રહ્યું કે આ માળખામાં માલધારી સમાજની માંગ સ્વીકારવામાં આવે છે કે નહીં.તે તો આવનારા સમયમાં જાણવા મળશે.