Bhupendrasinh Zhala: ગુજરાતનો મહાઠગ અને BZ પોંન્ઝી સ્કીમનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zhala) નો સૌવથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ મહાઠગના સીઆઇડી ક્રાઇમની પ્રેસ દરમિયાન કેટલીક ચોકવનારી માહિતી સામે આવી હતી. જેમા ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zhala) ને રાજનીતિમાં એન્ટ્રી કરી ધારાસભ્ય બની કેબિનેટ મંત્રી બનવાની ઈચ્છા હતી.તે મંત્રી બનવા માટે શરૂઆતથી ધારાસભ્ય અને રાજકિય લોકો સાથે ઘરબો ધરાવતો હતો.
2027માં ચૂંટણી લડી કેબિનેટ મંત્રી બનવાના અભરખા હતા
આ ખુલાસામાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે, પૉન્ઝી સ્કીમ ચલાવનારા મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zhala) એ જણાવ્યું કે, તે રાજકારણમાં એન્ટ્રી કરવાની યોજના બનાવતો હતો. પુછપરછ દરમિયાન તેને ખુલાસો કરતાં જણાવ્યુ કે, આગામી વિધાનસભા ચૂંટણી એટલે કે વર્ષ 2027માં તેને વિધાનસભા લડવાની ઈચ્છા ધરાવતો હતો. અને તેને આશા પણ હતી કે ભાજપ ટિકીટ આપશે. ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zhala) ને કેબિનેટ મંત્રી બનવાનો પણ અભરખો હતો.
રાજકારણમાં એન્ટ્રી કરવાની યોજના બનાવતો હતો
ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zhala) એ ગત લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવીને બાદમાં ઉમેદવારી પરત ખેંચી હતી. ઉલ્લેખનીય છે કે, 11 હજાર રોકાણકારોના કરોડો રૂપિયા ચાંઉ કરનારા ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zhala) રાજકીય અભરખાનો પર્દાફાશ થતાં જ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. આ મહાઠગને જે રીતે ચૂંટણી લડવાની ઈચ્છા હતી. પરંતુ ક્યા મોટા નેતા આ ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zhala) ને સમર્થન કરતા હતો તેની પણ તપાસ થવી જોઈએ.