Accident News: રાજ્યની ST બસને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. આ સરકારી બસ ગુજરાતથી રાજસ્થાન જતી હતી.ત્યારે ઝાલૌરમાં અકસ્માત (Accident ) સર્જાયો હતો. આ ઘટનામાં 15 પેસેન્જરોના આબાદ બચાવ થયો હતો. જ્યારે બસ સાથે અકસ્માત કરનાર ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે ઝાલૌરના રાણીવાડા સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના રાણીવાડાના મલવાડા પુલિયા ખાતે બની હતી.
ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ
મળતી માહિતી અનુસાર ગુજરાતની બસને ઝાલૌરમાં ભંયકર અકસ્માત (Accident ) સર્જાયો હતો.સરકારી બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ટ્રક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યૂલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્ત ટ્રક ચાલકને રાણીવાડા સરકારી દવાખાને લાવવામાં આવ્યો હતો, સદનસીબે કોઇ જાનહાનિ થઇ ના હતી. આ મોટી દૂર્ઘટના દરમિયાન બસમાં 15થી વધુ મુસાફરો સવાર હતા જે તમામનો આબાદ બચાવ થયો હતો. ઘટના બાદ રૉડ પર લાંબો જામ થઈ ગયો હતો. આ ઘટના રાણીવાડાના મલવાડા પુલિયા ખાતે બની હતી.
સોમનાથ નેશનલ હાઈવે પર થોડા દિવસ પહેલા ગોઝારો માર્ગ અકસ્માત થયો હતો
ભાવનગર જીલ્લાના સોમનાથ નેશનલ હાઈવે પર સવારે ગોઝારો માર્ગ અકસ્માત (Accident ) થયો હતો. આ માર્ગ અકસ્માતમાં કૂલ 7 લોકોના મોત થયા હતા. આ અકસ્માત (Accident ) ત્રાપજ બાયપાસ નજીક બંધ પડેલા ડમ્પરની પાછળ ખાનગી બસ ઘુસી જતા અકસ્માત (Accident ) સર્જાયો હતો. જેમાં ત્રણ બાળકો, બે મહિલા અને એક પુરૂષનું મોત થયું હતું. આ ઉપરાંત અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.